Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

પાટણ જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જીલ્લા સંકલન ની બેઠક

પાટણ જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જીલ્લા સંકલન ની બેઠક નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ અને સરકારી યોજનાઓ જન જન સુધી પોહચાડવી આપણી કટિબધ્ધતા કલેકટર પાટણ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલનની બેઠક આજે જિલ્લાના પદાધિકારીશ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં પાટણ જિલ્લામાં સરકારી યોજનાઓને લગતા તમામ પ્રશ્નોના ચર્ચા કરવામાં આવી હતી. પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પદાધિકારીઓના પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં શું આયોજન છે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. દર માસમાં એક વખત જિલ્લા સંકલનની બેઠક મળતી હોય છે. જે અંતર્ગત આજે જિલ્લા સંકલનની બેઠક મળી હતી. જિલ્લા કલેકટરશ્રી ના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાધનપુર ના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતિબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ બંને પદાધિકારીઓના પ્રશ્નોને લઈને પાટણ જિલ્લા સંકલનમાં ચર્ચા થઈ હતી. તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય તે માટે પાટણ જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી પાટણ જિલ્લા સંકલન ની બેઠકમાં લોકોની અરજીઓના નિકાલ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પગાર પ્રશ્નો, સરકારી નાણાં વસુલાત ની સમીક્ષા, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ચાલતા કેસની તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી જીલ્લા કલેકટર દ્વારા જાણકારી મેળવી હતી. સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ છેવાડાનો માનવી સુધી પહોંચે તેને અગ્રીમતા આપવા માટે જીલ્લા સંકલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, જળ જીવન મિશન, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, સ્વામીત્વ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, અટલ પેન્શન યોજના તેમજ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મળતા લાભો તેમજ આ તમામ યોજનાલક્ષી માહિતીની જાણકારી સંબંધિત અધિકારીઓ પાસેથી પાટણ જિલ્લા કલેકટર ની મેળવી હતી. આજે મળેલી પાટણ જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતિબેન મકવાણા, રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંહ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ સોલંકી, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, અધિક નિવાસી કલેકટર પી બી રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

અમદાવાદના ચાંદખેડામાં કારચાલક પોલીસકર્મીએ ટેમ્પોને મારી ટક્કર, અકસ્માતમાં બાળકનું મૃત્યુ

Gujarat Desk

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આગામી તા.૦૯ માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણ પત્ર અપાશે

Gujarat Desk

૮ વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ માથું પછાડી કૌટુંબિક મામા દ્વારા હત્યા કરવામાં આવી

Gujarat Desk

સિવિલ હોસ્પિટલ માં ૨૪ કલાક માં ત્રણ અંગદાન, અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું

Gujarat Desk

રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

Gujarat Desk

ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની ૬૯૧૯૨ યાત્રાળુંઓએ લીધી મુલાકાત

Gujarat Desk
Translate »