Karnavati 24 News https://karnavati24news.com/ Fri, 11 Apr 2025 14:04:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png Karnavati 24 News https://karnavati24news.com/ 32 32 मां-बेटी को बेरहमी से पीटने वाले दोनों गार्ड‎ अरेस्ट: वीडियो वायरल होने पर पुलिस ने की कार्रवाई, महिलाओं पर सब्जी चोरी का था आरोप‎ – Gujarat News https://karnavati24news.com/news/30967 https://karnavati24news.com/news/30967#respond Fri, 11 Apr 2025 14:04:29 +0000 https://karnavati24news.com/?p=30967 मां-बेटी को बेरहमी से पीटते हुए दोनों गार्ड का वायरल वीडियो। सूरत के पूणा इलाके में पुरानी एपीएमसी मार्केट में मां-बेटी को बेरहमी से पीटने वाले दोनों सिक्युरिटी गार्ड को पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस ने यह कार्रवाई वीडियो वायरल होने के बाद की है, जिसमें दोनों गार्ड मां...

The post मां-बेटी को बेरहमी से पीटने वाले दोनों गार्ड‎ अरेस्ट: वीडियो वायरल होने पर पुलिस ने की कार्रवाई, महिलाओं पर सब्जी चोरी का था आरोप‎ – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>

मां-बेटी को बेरहमी से पीटते हुए दोनों गार्ड का वायरल वीडियो।

सूरत के पूणा इलाके में पुरानी एपीएमसी मार्केट में मां-बेटी को बेरहमी से पीटने वाले दोनों सिक्युरिटी गार्ड को पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस ने यह कार्रवाई वीडियो वायरल होने के बाद की है, जिसमें दोनों गार्ड मां और बेटी के बाल पकड़कर उन्हें पैरों और

.

मां-बेटी पर सब्जी चोरी का था आरोप‎

पुलिस हिरासत में दोनों आरोपी गार्ड।

पूणा इलाके से मिली जानकारी मुताबिक, मां-बेटी पर‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ कथित तौर पर मार्केट में सब्जी चोरी का‎ आरोप था। पुलिस के अनुसार‎ दोनों मां-बेटी सब्जी चुरा रही थीं।‎ जब गार्ड ने उन्हें मना किया तो‎ उन्होंने उस पर हमला कर दिया।‎ इसके बाद दोनों गार्ड ने महिलाओं को बुरी तरह पीटा।

इस तरह से‎ सार्वजनिक रूप से मारपीट की गई,‎ जिसका वीडियो सोशल मीडिया पर ‎वायरल हो गया। वीडियो वायरल होने‎ के बाद पूणा पुलिस ने जांच शुरू की‎ और आरोपियों को गिरफ्तार कर‎ लिया। गिरफ्तार किए गए आरोपियों में‎ अनिल उमाशंकर तिवारी (उम्र 48,‎सरदार मार्केट, पूना गांव, मूल‎निवासी- जिला जौनपुर (उत्तर‎प्रदेश) और आदित्य कुमार ‎राजेश कुमार सिंह (उम्र 26, सरदार‎ मार्केट में सिक्योरिटी गार्ड, मूल‎ निवासी जमालपुर, जौनपुर (उत्तर‎प्रदेश) शामिल हैं।

The post मां-बेटी को बेरहमी से पीटने वाले दोनों गार्ड‎ अरेस्ट: वीडियो वायरल होने पर पुलिस ने की कार्रवाई, महिलाओं पर सब्जी चोरी का था आरोप‎ – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30967/feed 0
अहमदाबाद की हाई राइज बिल्डिंग में लगी आग: एक बच्ची नीचे गिरते बाल-बाल बची, फंसे सभी 18 लोगों का रेस्क्यू किया गया https://karnavati24news.com/news/30964 https://karnavati24news.com/news/30964#respond Fri, 11 Apr 2025 13:03:29 +0000 https://karnavati24news.com/?p=30964 अहमदाबाद1 मिनट पहले कॉपी लिंक आग इलेक्ट्रिक कुकर में लगी थी, जिससे चारों ओर धुआं फैल गया था। अहमदाबाद के खोखरा इलाके में आज एक हाई राइज बिल्डिंग की चौथी फ्लोंर में आग लग गई। हालांकि, समय रहते ही फायर ब्रिगेड की टीम ने वहां, फंसे सभी 18 लोगों का...

The post अहमदाबाद की हाई राइज बिल्डिंग में लगी आग: एक बच्ची नीचे गिरते बाल-बाल बची, फंसे सभी 18 लोगों का रेस्क्यू किया गया appeared first on Karnavati 24 News.

]]>

अहमदाबाद1 मिनट पहले

कॉपी लिंक

आग इलेक्ट्रिक कुकर में लगी थी, जिससे चारों ओर धुआं फैल गया था।

अहमदाबाद के खोखरा इलाके में आज एक हाई राइज बिल्डिंग की चौथी फ्लोंर में आग लग गई। हालांकि, समय रहते ही फायर ब्रिगेड की टीम ने वहां, फंसे सभी 18 लोगों का रेस्क्यू कर लिया। मौके पर ब्रिगेड की 7 गाड़ियां मौजूद हैं। फिलहाल आग पर काबू पाने की कोशिश की जा रही है।

बच्ची नीचे गिरने से बाल-बाल बची

फायर ब्रिगेड को आग की सूचना दी गई। इसी बीच स्थानीय लोगों ने चौथी मंजिल पर फंसे बच्चों को बचाने की कोशिश की। इसी दौरान एक बच्ची नीचे गिरने से बाल-बाल बच गई। हालांकि, स्थानीय लोगों की भीड़ ने नीचे भी रेस्क्यू के शुरुआती इंतजाम कर रखे थे।

इलेक्ट्रिक कुकर में लगी थी आग

सूचना मिलने के बाद मणिनगर फायर स्टेशन से टीम मौके पर पहुंची। मणिनगर फायर स्टेशन से तीन दमकल गाड़ियां और एक हाइड्रोलिक प्लेटफॉर्म (सीढ़ी) भी मंगवाई गई। लोगों को रेस्क्यू करने के दोरान ही फायर ब्रिगेड की एक टीम घटनास्थल पर पहुंची तो पाया कि आग किसी घर में नहीं, बल्कि इलेक्ट्रिक कुकर में लगी थी, जिससे चारों ओर धुआं फैल गया था।

The post अहमदाबाद की हाई राइज बिल्डिंग में लगी आग: एक बच्ची नीचे गिरते बाल-बाल बची, फंसे सभी 18 लोगों का रेस्क्यू किया गया appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30964/feed 0
फर्जी हथियार लाइसेंस बनवाने वाले 16 गिरफ्तार: हरियाणा के दो आरोपियों ने मणिपुर और नागालैंड से तैयार करवाए थे फर्जी डॉक्यूमेंट्स – Gujarat News https://karnavati24news.com/news/30957 https://karnavati24news.com/news/30957#respond Fri, 11 Apr 2025 09:27:48 +0000 https://karnavati24news.com/?p=30957 गुजरात एटीएस ने इस फर्जी लाइसेंस घोटाला मामले में 108 आरोपियों के खिलाफ शिकायत दर्ज की है। गुजरात में नागालैंड से फर्जी हथियार लाइसेंस हासिल करने के मामले में एटीएस ने 16 और आरोपियों को गिरफ्तार किया है। आरोपियों के पास से 15 हथियार और 489 कारतूस जब्त किए गए...

The post फर्जी हथियार लाइसेंस बनवाने वाले 16 गिरफ्तार: हरियाणा के दो आरोपियों ने मणिपुर और नागालैंड से तैयार करवाए थे फर्जी डॉक्यूमेंट्स – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>

गुजरात एटीएस ने इस फर्जी लाइसेंस घोटाला मामले में 108 आरोपियों के खिलाफ शिकायत दर्ज की है।

गुजरात में नागालैंड से फर्जी हथियार लाइसेंस हासिल करने के मामले में एटीएस ने 16 और आरोपियों को गिरफ्तार किया है। आरोपियों के पास से 15 हथियार और 489 कारतूस जब्त किए गए हैं। एटीएस से मिली जानकारी के मुताबिक आरोपियों की संख्या बढ़ सकती है। गुजरात एटीएस

.

गौरतलब है कि 8 अप्रैल को गुजरात एटीएस ने फर्जी लाइसेंस रखने वाले 7 आरोपियों को गिरफ्तार किया था और कुल 6 हथियारों के साथ 135 कारतूस जब्त किए थे। इनकी रिमांड के दौरान 16 और आरोपियों के नाम का खुलासा हुआ।, जिन्हें एक-एककर गिरफ्तार कर लिया गया है।

ये 16 आरोपी धार्मिक और विवाह समारोहों में एक-दूसरे के संपर्क में आए थे।

हरियाणा के दो व्यक्ति नागालैंड-मणिपुर के लाइसेंस तैयार कर रहे थे इन 16 आरोपियों से पूछताछ में पता चला कि हथियार और हथियार लाइसेंस पहले से गिरफ्तार सात आरोपियों से खरीदे गए थे। सातों आरोपियों के पास नागालैंड और मणिपुर के लाइसेंस थे, जो हरियाणा के नूह के सौकत अली और आसिफ द्वारा बनवाए गए थे। गुजरात एटीएस को शक है कि इस फर्जी लाइसेंस घोटाले में नागालैंड और मणिपुर प्रशासन के कर्मचारी या अधिकारी भी शामिल हो सकते हैं।

गुजरात एटीएस ने 108 आरोपियों के खिलाफ शिकायत दर्ज की गुजरात एटीएस ने इस फर्जी लाइसेंस घोटाला मामले में 108 आरोपियों के खिलाफ शिकायत दर्ज की है और अब तक 23 आरोपियों को गिरफ्तार किया है। इस फर्जी हथियार लाइसेंस घोटाले के प्रकाश में आते ही जहां और आरोपियों की तलाश शुरू हो गई है, वहीं यह चर्चा भी शुरू हो गई है कि गुजरात के नामी लोगों और सेलिब्रिटीज के पास भी ऐसे हथियार लाइसेंस हो सकते हैं।

पहले ये सातों आरोपी गिरफ्तार किए गए थे। इन्होंने ही 16 लोगों के नाम बताए।

पहले ये सातों आरोपी गिरफ्तार किए गए थे। इन्होंने ही 16 लोगों के नाम बताए।

16 में से 6 आरोपियों का आपराधिक इतिहास वर्तमान में 16 में से 6 आरोपियों के खिलाफ अपराध भी दर्ज हैं। जिसमें अर्जन विहा भरवाड के खिलाफ 2, जनक बालू पटेल के खिलाफ एक, जगदीश रेवा भुवा के खिलाफ एक, मनीष रमेश रैयानी के खिलाफ 4, रमेश भोजा भरवाड के खिलाफ 2 और विराम सोंडा भरवाड के खिलाफ 1 मामला दर्ज है।

धार्मिक और विवाह समारोहों में एक-दूसरे के संपर्क में आए ये 16 आरोपी धार्मिक और विवाह समारोहों में एक-दूसरे के संपर्क में आए थे। जब उन्होंने इन सातों आरोपियों के पास से हथियार देखे तो वे प्रभावित हुए और अपने लिए भी लाइसेंस लेने की बात कही। इसके साथ ही इन 16 आरोपियों ने 5 लाख रुपए से लेकर 25 लाख रुपए तक की रकम देकर नागालैंड और मणिपुर से शस्त्र लाइसेंस और हथियार हासिल किए।

अभी और भी गिरफ्तारियां हो सकतीं हैं: डीएसपी एटीएस के डीएसपी एस.एल. चौधरी ने बताया कि ये लोग धार्मिक व सामाजिक आयोजनों में शामिल होते थे और जब हथियारों का प्रदर्शन होता था तो खुद को इस तरह व्यवस्थित कर लेते थे कि वहां मौजूद लोग उन्हें देख सकें और हथियार खरीदने वाले इच्छुक लोग उनके संपर्क में आ सकें। मामले की जांच अभी जारी है, अभी और गिरफ्तारियां हो सकतीं हैं।

The post फर्जी हथियार लाइसेंस बनवाने वाले 16 गिरफ्तार: हरियाणा के दो आरोपियों ने मणिपुर और नागालैंड से तैयार करवाए थे फर्जी डॉक्यूमेंट्स – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30957/feed 0
गुजरात में फर्स्ट NTCP खेलो इंडिया महिला तीरंदाजी टूर्नामेंट संपन्न: 28 राज्यों की 478 महिलाओं ने पार्टिसिपेट किया, 41.52 लाख रुपए के अवार्ड दिए गए – Gujarat News https://karnavati24news.com/news/30953 https://karnavati24news.com/news/30953#respond Fri, 11 Apr 2025 08:23:40 +0000 https://karnavati24news.com/?p=30953 8 अप्रैल को शुरू हुए टूर्नामेंट का फाइनल 10 अप्रैल को हुआ। गुजरात के बनासकांठा जिले के अंबाजी में ‘आदिशक्ति राष्ट्रीय महिला तीरंदाजी प्रतियोगिता’ का गुरुवार को समापन हो गया। यहां 8 से 10 अप्रैल तक होने वाली इस प्रतियोगिता में देश के 28 राज्यों की 478 युवा महिला तीरंदाजों...

The post गुजरात में फर्स्ट NTCP खेलो इंडिया महिला तीरंदाजी टूर्नामेंट संपन्न: 28 राज्यों की 478 महिलाओं ने पार्टिसिपेट किया, 41.52 लाख रुपए के अवार्ड दिए गए – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>

8 अप्रैल को शुरू हुए टूर्नामेंट का फाइनल 10 अप्रैल को हुआ।

गुजरात के बनासकांठा जिले के अंबाजी में ‘आदिशक्ति राष्ट्रीय महिला तीरंदाजी प्रतियोगिता’ का गुरुवार को समापन हो गया। यहां 8 से 10 अप्रैल तक होने वाली इस प्रतियोगिता में देश के 28 राज्यों की 478 युवा महिला तीरंदाजों ने भाग लिया। गुजरात सरकार ने इस प्रति

.

कार्यक्रम में एशिया पैरालंपिक और राजस्थान के ओलंपिक एथलीटों ने भी भाग लिया।

‘खेलो इंडिया गेम्स’ पहल का हिस्सा यह प्रतियोगिता भारत में खेलों को बढ़ावा देने के लिए प्रधानमंत्री नरेन्द्र मोदी के नेतृत्व में केंद्र सरकार द्वारा शुरू की गई ‘खेलो इंडिया गेम्स’ पहल के तहत आयोजित की गई थी। अंबाजी गुजरात का प्रसिद्ध शक्तिपीठ है। इसीलिए महिलाओं की इस प्रतियोगिता के आयोजन के लिए अंबाजी को चुना गया था।

टूर्नामेंट में 28 राज्यों की 478 तीरंदाजों ने तीन कैटेगिरी की प्रतियोगिताओं में भाग लिया था।

टूर्नामेंट में 28 राज्यों की 478 तीरंदाजों ने तीन कैटेगिरी की प्रतियोगिताओं में भाग लिया था।

478 खिलाड़ियों को 41.52 लाख रुपए के पुरस्कार दिए गए मुख्यमंत्री भूपेंद्रभाई पटेल के संरक्षण में 8 अप्रैल को शुरू हुए इस टूर्नामेंट का फाइनल 10 अप्रैल को जीएमडीसी ग्राउंड में हुआ। टूर्नामेंट में 28 राज्यों की 478 युवा महिला तीरंदाजों ने तीन कैटेगिरी की प्रतियोगिताओं में भाग लिया था। टूर्नामेंट के फाइनल में महिला खिलाड़ियों ने कुल 6 श्रेणियों में भाग लिया, जिसमें सीनियर रिकर्व महिला, सीनियर कंपाउंड महिला, जूनियर रिकर्व महिला, जूनियर कंपाउंड महिला, सब जूनियर रिकर्व गर्ल और सब जूनियर कंपाउंड गर्ल शामिल हैं।

टूर्नामेंट में पश्चिम बंगाल, हरियाणा, पंजाब, महाराष्ट्र, दिल्ली, झारखंड और उत्तर प्रदेश की महिला खिलाड़ियों ने फाइनल में पुरस्कार जीते।

टूर्नामेंट में पश्चिम बंगाल, हरियाणा, पंजाब, महाराष्ट्र, दिल्ली, झारखंड और उत्तर प्रदेश की महिला खिलाड़ियों ने फाइनल में पुरस्कार जीते।

फाइनल में इन राज्यों की खिलाड़ियों ने जीत दर्ज की टूर्नामेंट में पश्चिम बंगाल, हरियाणा, पंजाब, महाराष्ट्र, दिल्ली, झारखंड और उत्तर प्रदेश की महिला खिलाड़ियों ने फाइनल में पुरस्कार जीते। दांता की एएसपी सुमन नाला ने खिलाड़ियों को पदक, प्रमाण पत्र और चेक प्रदान किए। देश भर से लगभग 85 विभिन्न कोच भी यहां आए थे। कार्यक्रम में एशिया पैरालंपिक और राजस्थान के ओलंपिक एथलीटों ने भी भाग लिया। प्रतिभागी महिला खिलाड़ियों ने प्रतियोगिता के सुचारू आयोजन और अन्य सुविधाओं के लिए गुजरात सरकार की तारीफ की।

The post गुजरात में फर्स्ट NTCP खेलो इंडिया महिला तीरंदाजी टूर्नामेंट संपन्न: 28 राज्यों की 478 महिलाओं ने पार्टिसिपेट किया, 41.52 लाख रुपए के अवार्ड दिए गए – Gujarat News appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30953/feed 0
ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ https://karnavati24news.com/news/30947 https://karnavati24news.com/news/30947#respond Fri, 11 Apr 2025 06:13:05 +0000 https://karnavati24news.com/?p=30947 (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર,             ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.            અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના...

The post ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,     

       ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

           અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદીની ચળવળમાં શ્રી સરદારસિંહ રાણાનો સિંહફાળો રહ્યો હતો. ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક સરદારસિંહ રાણા શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવતાં આઝાદીના રંગે રંગાયા હતા. તેઓએ વર્ષ – ૧૯૦૭માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજર રહીને મેડમ કામા સાથે સૂર્ય-ચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તેઓ વર્ષ – ૧૯૧૦માં શ્રી સાવરકરના કેસને હેગ અદાલત સુધી લઇ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે સૌ પ્રથમ ફ્રાન્સમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ માર્ટીનિક ટાપુ ઉપર ૬ વર્ષ સુધી જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો. શ્રી સરદારસિંહ રાણાની બીજા વિશ્વયુદ્ધ વખતે પણ ધરપકડ કરવામાં આવી હતી અને જયારે દેશ આઝાદ થયો ત્યારે તેઓ ભારત પરત આવ્યા બાદ હતા.  શ્રી સરદારસિંહ રાણાનું નિધન ૨૫ મે, ૧૯૫૭ના રોજ વેરાવળ ખાતે થયું હતું.     

            આ પ્રસંગે વિધાનસભાના નાયબ સચિવ શ્રી એમ.એચ. કરંગીયા, નાયબ સચિવ ડૉ. હર્ષિલ પટેલ અને ઉપસચિવ શ્રી ચિરાગ પટેલ સહીત વિધાનસભાના   ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને રાજ્યની ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ પૂજય સરદારસિંહ રાણાના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

The post ગુજરાત વિધાનસભા ખાતે શ્રી સરદારસિંહ રાણાની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30947/feed 0
અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા https://karnavati24news.com/news/30944 https://karnavati24news.com/news/30944#respond Fri, 11 Apr 2025 05:06:02 +0000 https://karnavati24news.com/?p=30944 (જી.એન.એસ) તા. 10 અમદાવાદ, અમદાવાદ શહેરમાં આશરે સ્વ મહિના પહેલા સરદારનગર વિસ્તારમાં થયેલ એક યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીને ઝડપી પાડયા છે. યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી હસમુખ ઉર્ફે ભરત ખટીક, નાસીર હુસેન ઉર્ફે મામા શેખ, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ અને સુનિલ ઉર્ફે શિવા કોરીની હત્યા કેસમાં...

The post અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં આશરે સ્વ મહિના પહેલા સરદારનગર વિસ્તારમાં થયેલ એક યુવકની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીને ઝડપી પાડયા છે.

યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી હસમુખ ઉર્ફે ભરત ખટીક, નાસીર હુસેન ઉર્ફે મામા શેખ, દુર્ગેશ ઉર્ફે ગૌરવ કુશવાહ અને સુનિલ ઉર્ફે શિવા કોરીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો 25 ફેબ્રુઆરીના રોજ મૃતક 23 વર્ષના જગરામ પાટીલ નામના યુવકને અજાણ્યા શખ્સોએ લાકડીઓથી માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ શંકાસ્પદ મોત મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બાતમીના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હસમુખ ઉર્ફે ભરતનો મોબાઈલ મૃતક જગરામએ છીનવાનો પ્રયત્ન કરતા તેને લાકડીઓથી ફટકા મારવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

પકડાયેલા ચારે આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી બુટલેગર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન અને મારામારીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. તેઓ વિરુદ્ધ પાસા સુધીની કાર્યવાહી પણ થઈ ચૂકી છે. આ આરોપીઓ મૃતકને મોબાઈલની ચોરી કરવા અદાવતમાં માર મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીની ધરપકડ કરીને સરદાર નગર પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે. જ્યાં પોલીસ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરશે.

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, 25 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે મૃતક જગરામ પાટીલ નરોડા રેલવે સ્ટેશન તરફથી મેઈન રોડ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન આરોપી ભરત વોશરૂમ માટે ગયો હતો. મૃતક જગરામને અંધારામાં દેખાતું ન હતું, તેવા સંજોગોમાં ત્યાં હાજર આરોપી ભરતે મોબાઈલથી ફ્લેશ લાઈટ ચાલુ કરતા મૃતકે મોબાઈલ છીનવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી ભરતે મૃતકને પકડીને અન્ય તેના મિત્રોને બોલાવીને લાકડીઓ અને મુક્કાઓથી માર માર્યો હતો. ત્યારબાદ આરોપી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

The post અમદાવાદના સરદારનગરમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો; ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપી પાડયા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30944/feed 0
સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ https://karnavati24news.com/news/30941 https://karnavati24news.com/news/30941#respond Fri, 11 Apr 2025 03:35:32 +0000 https://karnavati24news.com/?p=30941 (જી.એન.એસ) તા. 10 સુરત, ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને...

The post સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

સુરત,

ગત રવિવારે સુરતના સરદાર માર્કેટમાં મારામારીની એક ઘટના બની હતી જેમાં બે શખ્સ દ્વારા 6 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ અને આ બે શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને પછી મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથપાઈ સુધી પંહોચી. ઘટનામાં મહિલાઓને ઇજા પંહોચતા પોલીસે હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી.

સરદાર માર્કેટમાં મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાય છે કે બે શખ્સ કે જે સિક્યુરિટી ગાર્ડ તરીકેની કામગીરી કરી છે તેઓ મહિલાઓ સાથે માથાકૂટ કરી રહ્યા છે. સિક્યુરીટી ગાર્ડ અને મહિલાઓ વચ્ચે સામાન્ય બોલચાલી થઈ હતી. સામાન્ય બબાલમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. જેના બાદ મહિલાઓના પરીવારના લોકોએ પણ સિક્યુરિટી ગાર્ડને માર્યા હતા. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સિક્યુરિટી ગાર્ડ દોષિત હોવાનું સામે આવતા પોલીસે આરોપી અનિલ ઉમાશંકર તિવારી અને આદિત્યકુમાર રાજેશ કુમાર સીંગની ધરપકડ કરી. વાયરલ વીડિયોના આધારે પુણા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના સુરતમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના બે શખ્સો જાહેરમાં એક મહિલા અને તેની દીકરીને માર મારી રહ્યા હોવાનો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં બે શખ્સો માતા-દીકરીને માથાના વાળ પકડીને ઢસેડી અને લાકડી વડે માર મારી રહ્યાનો વીડિયો સુરત APMCનો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પુણા પોલીસે વીડિયોને આધારે સીસીટીવી ચકાસીને 48 વર્ષીય અનિલ તિવારી અને 26 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ આદિત્યકુમારને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ઘટના મામલે ડીસીપીએ પ્રતિક્રિયા આપી હતી કે, ગત 6 એપ્રિલના રોજનો સુરત APMCના ગેટ નં.2 પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રીને માર મારતા જોવા મળે છે. જો કે, મહિલા તેના પતિ અને પુત્રી અવારનવાર શાકમાર્કેટમાં ચોરી કરવા માટે આવતા હતા. જેથી એ દિવસે સિક્યુરિટી ગાર્ડ મહિલા અને તેના પતિ-પુત્રીની ઓળખ કરી લેતા તેમને અંદર જતા રોક્યા હતા. જેમાં બોલાચાલી થઈ હતી. જેમાં મહિલાના પતિએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું માથુ ફાટી ગયું હતું. જ્યારે અન્ય એકના હાથે ફેક્ચર થઈ ગયું છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલા અને તેની પુત્રી પર એટેક કર્યો હતો. સમગ્ર મામલે બંને પક્ષે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

The post સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરનાર 2 લોકોની ધરપકડ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30941/feed 0
મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો https://karnavati24news.com/news/30938 https://karnavati24news.com/news/30938#respond Fri, 11 Apr 2025 02:34:55 +0000 https://karnavati24news.com/?p=30938 (જી.એન.એસ) તા. 10 મહેસાણા, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના બાબતે મળતી...

The post મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

મહેસાણા,

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ લપસતા તળાવમાં ડૂબ્યો હતો. જો કે, તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બળવંતના અચાનક અવસાનથી પરિવારજનો અને ગ્રામવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, ડભોડા ગામના પાદરે આવેલા તૌરાબોરુ તળાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો અને તે તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ યુવકને તળાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફરી વળી હતી.

The post મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30938/feed 0
રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે https://karnavati24news.com/news/30935 https://karnavati24news.com/news/30935#respond Fri, 11 Apr 2025 01:28:39 +0000 https://karnavati24news.com/?p=30935 (જી.એન.એસ) તા. 10 સુરત, સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. લગભગ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની...

The post રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 10

સુરત,

સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. લગભગ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 6 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે, જ્યાં પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. જેથી પાણીના કુલરમાં તપાસ કરતા તેમાં સેલફોસની પડીકી મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ BNS 109 (1)ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી. કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે. જેથી પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત 118 સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

તેમજ આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, ‘શંકાસ્પદ જણાયેલા ચારથી પાંચ જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે જ ટીમો બનાવીને વધુ તપાસ ચાલી રહી છે. અનભ જેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અનભ જેમ્સની અંદર આવેલા ડીલર અને સબ ડીલરની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીની પૂછપરછ હજુ કંઈ નક્કર વાત સામે આવી નથી. અત્યાર સુધીમાં 50 જેટલા નિવેદન પણ લેવામાં આવ્યા છે. 

The post રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30935/feed 0
ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ https://karnavati24news.com/news/30932 https://karnavati24news.com/news/30932#respond Fri, 11 Apr 2025 00:05:52 +0000 https://karnavati24news.com/?p=30932 કેન્દ્રીય આયુષમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી...

The post ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ appeared first on Karnavati 24 News.

]]>

કેન્દ્રીય આયુષમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી કાઉન્સીલના ઉપક્રમે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. દેશભરના રાજ્યોના હોમીયોપેથી સાથે સંકળાયેલા તબીબો, છાત્રો અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ-સંગઠનો આ કોન્ફરન્સમાં સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થકેરને મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ ગણવાતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં હોલીસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ ઉભું થયું છે. આના પરિણામે ટેડિશનલ મેડિસીન પ્રત્યેનું મહત્વ અને આકર્ષણ વધ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે હોમીયોપેથીના પાયાની રચના કરનારા અને માનવસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો.સેમ્યુઅલ હેનિમેનને ભાવાંજલી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અધ્યયન, અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજીત આ સંમેલન હોમીયોપેથીના વ્યાપ વિસ્તરણમાં મહત્વપૂર્ણ બનશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે સસ્ટેનેબલ હોમીયોપેથી હેલ્થકેર એપ્રોચ ધરાવતી હોમીયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિઓને પહેલાં ક્યારેય મહત્વ મળ્યું ન હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને આયુર્વેદ, યુનાની, નેચરોપેથી અને હોમીયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે.

નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલોમાં અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં હોમીયોપેથીમાં ક્વોલિટી એજ્યુકેશન માટે હોમીયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ એક્ટમાં બદલાવ પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આયુષમંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં બદલાવો આવ્યાં છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે જામનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો નવો માઇલસ્ટોન છે.

તેમણે ગુજરાતમાં આ અલ્ટરનેટીવ સારવાર પદ્ધતિને અપાઇ રહેલા મહત્વની વિગતો આપતાં કહ્યું કે દેશભરના રાજ્યોમાં ગુજરાત 48 હોમીયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે.     

મુખ્યમંત્રીશ્રીએ હેલ્થકેર ફોર ઓલ ના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવામાં આ કોન્ફરન્સ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.  તેમણે વડાપ્રધાનશ્રી એ આપેલા નવ સંકલ્પોમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, યોગ અને રમતને જીવનશૈલી બનાવવી જેવાં સ્વાસ્થ્ય સુખાકારી સાથે જોડાયેલા સંકલ્પો સાકાર કરવામાં યોગદાન માટે સૌને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં આહવાન કર્યું હતું. 

      કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે વિશ્વ હોમિયોપેથી દિવસની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નક્શા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦- ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આપણે સૌએ ભારતની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ઉપર ગર્વ અનુભવવો જોઈએ. કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદે ઔષધી વનસ્પતિઓને ઉગાડવા તરફ આગેકૂચ કરી છે. પરિષદે ૩૬૮ દવાઓ ઉપર ફાર્માકોગ્નોસી અઘ્યયન કર્યું છે, ૩૬૨ દવાઓ ઉપર ભૌતિક અને રાસાયણિક અઘ્યયન અને ૧૫૧ ઔષધિઓ ઉપર અઘ્યયન કર્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુના ઉટીમાં કેન્દ્રીય અનુસંધાન સંસ્થામાં ૧૭ હજારથી વધુ હરબેરિયમ શીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શીટનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આવનાર ભવિષ્યમાં વનસ્પતિ જ્ઞાનને વધુ સંરક્ષિત કરવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘રોગ મુક્ત ભારત અભિયાન’માં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. જેમાં હોમિયોપેથી ડૉક્ટર, વિધાર્થીઓ, ઉદ્યોગ જગત તેમજ દેશના ખેડૂતોને પણ આપણે સાથે રાખવા જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અન્નદાતા કહીને એમનું સન્માન વધાર્યું છે. ખેડૂતોની મદદ માટે હરહંમેશ વડાપ્રધાન તૈયાર રહે છે. આજે ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને હું અનુરોધ કરું છું કેવી રીતે આપણે ખેડૂતોને સાથે રાખીને ઔષધિય ખેતી થકી ઉપચાર માટે એમની મદદ લઈ શકીએ તે અંગે આપણે સૌએ તત્વ ચિંતન કરવું જોઈએ.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૧૦મા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન રહ્યું છે. આજના સમયમાં એલોપથીની જેમ જ હોમિયોપેથીનું પણ મહત્વ વધતું જાય છે હોમિયોપથીમાં દર્દી સાથે આત્મીયતા રાખીને તેમની દિનચર્યાના આધારે ઈલાજ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર માટે અનેકવિધ નિર્ણય કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ મંત્રાલયની રચના કરીને આરોગ્ય ક્ષેત્રમાં સારવારની નવી તકો ઉભી કરી છે. હોમિયોપથી સેક્ટરમાં નવીન સંશોધન કરીને આપણે વધુ સારી અને સચોટ સારવાર આપી શકીએ તેમ, મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે,દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ૪૮ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલમાં ૪૩૬૦ અંડર ગ્રેજયુએટ અને ૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે ૧૫ લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લ‌ઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે.

મંત્રી શ્રી પટેલ કહ્યું હતું કે, રાજ્યના સરકારી હોમિયોપેથી કોલેજમાં ચર્મરોગ, શ્વસનતંત્ર, સાંધા, સ્ત્રીરોગ વગેરે ૧૧ પ્રકારની સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધપુર ખાતેની સરકારી હોમિયોપેથી કોલેજ અને તેની હાલની 25 બેડની હોસ્પિટલને આગામી 100 બેડ સુધી વિસ્તારમાં આવશે. આયુષ અંતગર્ત આર્યુવેદ, હોમિયોપેથી વગેરેના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ સહયોગ કરવા કટિબદ્ધ તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, બે શતાબ્દી કરતા વધુ સમયથી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ દ્વારા સચોટ ઇલાજ કરવામાં આવી રહ્યો છે. હોમિયોપેથીના જનકનો જન્‍મ જર્મનીમાં થયો છે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી વધુ કામ ભારતમાં થઈ રહ્યું છે. આ પદ્ધતિમાં નવીન સંશોધન માટે રાષ્ટ્રીય કક્ષાએ અનેક કોલેજોમાં નવા નવા સંશોધન થઈ રહ્યા છે. શ્રી કોટેચાએ ગુજરાતમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આયોજિત સંમેલનના સફળ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર માની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપથીના મહાનિર્દેશક ડૉ. સુભાષ કૌશિકે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત રીતે તા.૧૦-૧૧ એપ્રિલ, ૨૦૨૫ના જે સંમેલન યોજવામાં આવી રહ્યું છે તે હોમિયોપેથીના ક્ષેત્રમાં એક મજબૂત નીવ છે.

કાર્યક્રમના અંતે નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ઇન ચાર્જ ચેરમેન ડૉ. પિનાકીન ત્રિવેદીએ આભાર વિધિ કરીને સંમેલનમાં સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે હોમિયોપેથીની ૦૭ પુસ્તિકા, ૦૧ સોવિનિયર, હોમિયોપેથીને લગતું એક ઇ- પોર્ટલ તેમજ એક ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની પ્રતિમાને મહાનુભાવો દ્વારા આ પ્રસંગે પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થાના નિર્દેશક ડૉ.પ્રલય શર્મા, આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી મોનાલીસા દાસ, હોમિયોપેથીના સલાહકાર ડૉ. સંગીતા દુગ્ગલ અને આયુષ મંત્રાલય સાથે સંકળાયેલા ડોકટરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રધ્યાપકો, ફાર્માસિસ્ટ તેમજ વિવિધ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

The post ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/30932/feed 0