Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

લાંબા સમય બાદ ડીઆરઆઈ વિંગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૮ કરોડનું સોનુ પકડવામાં આવ્યું છે. પહેલીવાર ડીઆરઆઇના સ્ટાફે ગ્રાહકના સ્વાંગમાં આવીને રેડ પાડી છે. આને આટલી મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના લંબે હનુમાન રોડ પર આવેલા એક જવેલર્સ અને મહિધરપુરાના એક બુલિયનને ત્યાં રેડ પાડવામાં આવી છે. જેમાં ૧૦ કરોડનું ૧૮ કિલો સોનુ પકડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ૧૬૫ નંગ સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે.

ડીઆરઆઈને મળેલી માહિતીના આધારે સ્મગલિંગનો માલ લઈને એક વ્યક્તિ દુકાનમાં આવનાર હતો. જેને ધ્યાનમાં રાખીને ડીઆરઆઇના અધિકારીઓ પહેલાથી જ શોરૂમમાં ગ્રાહક બનીને બેઠા હતા. જવેલર્સ દ્વારા અગાઉ પણ સ્મગલિંગનો માલ મંગાવ્યો હોવાની ડીઆરઆઈને સંભાવના લાગી રહી છે.

આ માલ એરપોર્ટ મારફતે લાવવામાં આવ્યો હોવાની શંકાને આધારે હવે એરપોર્ટ પર પણ વોચ ગોઠવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૭.૫૦ ટકા ડ્યુટી બચાવવા માટે સ્મગલિંગનો આખો ખેલ કરવામાં આવી રહ્યો હતો. જે સોનુ જપ્ત કરાયું હતું તે સોનામાં અઢી કિલો સોનુ મહિધરપુરાના બુલિયનનું હોવાની માહિતી સામે આવી રહ્યું છે. જયારે બાકી રહેલું સોનુ લંબે હનુમાન રોડ પરના જવેલર્સનું છે. અંદાજે ૧૦૦ કરોડનું સોનુ સુરતમાં આ જ પ્રમાણે લાવવામાં આવ્યું હોવાની શંકા ડીઆરઆઈને છે. જેથી હવે અધિકારીઓ વધુ એલર્ટ થઇ ગયા છે. અને સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આ સોનુ લાવનાર અન્ય બે વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. જયારે સોના પર ૭.૫૦ ટકા ડ્યુટી બચાવવા માટે દાણચોરી કરનાર શખ્સો સામે પણ લાલ આંખ કરી છે.

संबंधित पोस्ट

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

Karnavati 24 News

પોરબંદરમાં હેરિટેજ ટે્રજર હંટ ઇવેન્ટ યોજાઇ : વિજેતાઓને સન્માનિત કરાયા

Admin

કાળને કોણ રોકી શકે ? ઓલપાડ ટેક્સટાઇલ યુનિટમાં કામ કરતો યુવક પરત ફરતો અને કન્ટેનરચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

Admin

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News