Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સિહોરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો ગરમીમાં શેકાયા, લોકો પરેશાન

સિહોર જિલ્લા અને શહેરમાં ગરમીનો પારો ઉંચકાતા શહેરીજનો પરેશાન થયા હતા. ભાવનગરના સિહોરમાં  વાદળો દુર થતા શહેરમાં 40.5 ડિગ્રીએ કાળઝાળ ગરમી, શહેરમાં મહત્તમ તાપમાન એક જ દિવસમાં 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું હતુ.

છેલ્લા કેટલાક સમયમાં હવામાનમાં પલટો આવતા ખેડૂતો પરેશાન થયા હતા અને પોતાના પાકને નુકસાન જવાની ભીતી સેવાઇ રહી હતી. જોકે, ગરમીનો પારો ફરી ઉચકાતા અને હવામાન ખુલ્લુ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગોહિલવાડના ખેડૂતો ચિંતામુક્ત, હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 12% સિહોર શહેર અને જિલ્લામાં આજથી માવઠાનો ભય ટળી ગયો અને વાદળો હટીને વાતાવરણ ચોખ્ખું થઇ જતા બપોરે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા નગરજનોએ આજે પુન: ચૈત્રમાં વૈશાખી તાપનો અનુભવ કર્યો હતો.

ગરમી વધતા વધુ એક મુસીબત લોકોને થઇ હતી અને ગરમીથી લોકો પરેશાન થયા હતા. ઠેર ઠેર ઠંડા પીણાની દુકાનો પર લોકોની લાઇન જોવા મળી હતી અને શેરડી તેમજ ઠંડા પીણા પર લોકોએ વધુ નિર્ભર રહેવુ પડ્યુ હતુ. ભાવનગરમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે જેને કારણે સાવચેત રહેવુ પડશે.

संबंधित पोस्ट

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

Admin

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

Karnavati 24 News

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News

PM મોદીના હસ્તે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે સાબર ડેરીના નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરાશે.

Karnavati 24 News

NWDA ભરતી 2022 મદદનીશ ઇજનેર પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો

Karnavati 24 News

NPCILમાં 55,000 સુધીના પગારની નોકરી આવી સામે આ રીતે કરો અરજી

Karnavati 24 News