Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

સુરતના પાસોદરા ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયુ હતુ. હવે આ કેસમાં આજે કોર્ટ ચૂકાદો આપી શકે છે.સેસન્સ કોર્ટમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જેથી આજે કોર્ટ તરફથી હત્યારા ફેનીલ ગોયાણીને કડકમાં કડક સજા ફટકારે તેવી શક્યતા છે. આ કેસની સુનાવણી કોર્ટે ડે ટુ ડે કરી હતી. આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા ૨૫૦૦ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી. હત્યારા ફેનિલે જાહેરમાં ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી નાખી હતી જેથી કોર્ટમાં ૧૯૦ સાક્ષીઓ માંથી ૧૦૫ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આપને જણાવી દઈયે કે હત્યારા ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે લગાતાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત પસંદ ન હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. ૧૨મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટા બાપા અને તેનો ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને જાહેરમાં છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી.

– ૧૬ એપ્રિલે ફેનીલ ગોયાણીનો વકીલ ગેરહાજર રહેતા ચુકાદો મુલતવી રાખ્યો હતો.

૧૬ એપ્રિલમાં રોજ કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અને ૨૧મી તારીખે એટલે કે આજ રોજ ગ્રીષ્માં હત્યા કેસ મામલે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

૬ એપ્રિલના રોજ બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાલાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે સુરતમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા ફેનિલે કરી હતી તે કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટું ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી ૧૦૦ થી વધુ દસ્તાવેજી પુરાવા અને ૧૦૦ જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્ટેટમેન્ટમાં ૯૦૦ થી વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા. ૩૫૫ પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું. ત્યાર પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે ૬ એપ્રિલે પુરી થઈ હતી.

આ કેસનો ચુકાદો આજ રોજ ૨૧ એપ્રિલના રોજ જાહેર થશે. આ કેસ પુરવાર કરવા માટે નજરે જોનાર મેડિકલ એવિડેન્સ વીડિયોનો પુરાવો,મેડિકલ એવિડેન્સ,ડીએનએનો પુરાવો અન્ય કેટલાક પુરાવા જેવા કે સીડીઆર રેકોર્ટ વગેરે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી દલીલ રહી છે કે આ કેસ પૂર્વ તૈયારી સાથેનો ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. કારણ કે બનાવ ૧૨ ફેબ્રુઆરીના રોજ બન્યો છે પણ છરી ૬ જાન્યુઆરીના રોજ ખરીદવામાં આવ્યું હતુ.આરોપીને એ છરી પૂરતું ન લાગતાં અન્ય એક છરી જે ૭ ધાર વાળું હતું તે પણ લીધું હતું. અને તે ધારદાર હથિયારથી સુભાષને પેટ પર હુમલો કર્યો હતો જેના કારણે તેના આંતરડાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના દિવસે સવારે આરોપી ફેનિલ ગ્રીષ્માના કોલેજ પર પણ ગયો હતો જ્યાં પણ તેની સાથે હથિયાર હતું.પણ ગ્રીષ્મા ક્લાસ રૂમમાં હોવાને કારણે આરોપી તેને શોધી શક્યો ન હતો. જેથી કોલેજ પર આ કૃત્ય થતું અટકી ગયું હતું પરંતુ ત્યાર પછી તે પીછો કરી તેના ઘરે પહોંચી ગયો અને સૌ પ્રથમ ગ્રીષ્માના કાકાને પેટમાં ચાકુ મારી દીધું હતું.

આ કેસ સેલ્ફ ડિફેન્સનો નથી તે બાબતની રજૂઆત પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. કારણ કે આરોપીએ પોતાના બચાવમાં કીધું હતું કે આ કેસ ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન અને જુવાન છે તેવી રજૂઆત બચાવ પક્ષ તરફથી કરવામાં આવી હતી. ફરિયાદીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે આ જુવાન છોકરો પ્રિ પ્લાન મર્ડર કરે તે પ્રોફેશનલ કીલરને પણ સરમાવે તેવી રીતે ગ્રીષ્માને મારી નાખી હતી એટલે આને ખૂન જ કહેવાય.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસને લઈ SIT ની રચના કરાઈ હતી.જેમાં કુલ ૧૦ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જેનું ડાંગ એસપી ના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં  ૧ એસપી,૧ એએસપી ,૨ ડીવાયએસપી, ૫ પીઆઇ,૧ પીએસઆઇ દ્વારા કેસની તપાસ હાથ ધરાઈ હતી. ગ્રીષ્મા કેસમાં ૨૩ પંચનામાં હતા આ સાથે પોલીસે ૧૮૮ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતાં. જ્યારે કામરેજ પોલીસે ૭ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

संबंधित पोस्ट

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

સુરત શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર કોરોના સંક્રમણ વધતા 4થી વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ

Karnavati 24 News

રાજકોટ શહેર ના વોર્ડ નંબર 4 માં પેવિંગ બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Karnavati 24 News

 મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી

Karnavati 24 News

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

Karnavati 24 News