Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે

પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ આ નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર તેમની રીતે વેટ ઘટાડી શકે છે. પુરીએ કહ્યું કે તમામ ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને અપીલ કરી રહી છે કે ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો વેલ્યુ એડેડ ટેક્સ ઓછો કરે. જો કે બીજી બાજુ દેશમાં ઈંધણના ઊંચા ભાવને લઈને કેન્દ્રને ચારેબાજુ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
બઇજી બાજુ પ્રજાને મોંઘવારીનો માર વારંવાર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 100 રૂપિયા થી વધુ વધારો થયો છે. કોરોના જેવી વિપરીત પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે મોંઘવારીનો માર લોકોને સતત મળી રહ્યો છે એક પછી એક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે.
અમદાવાદ માં પેટ્રોલ – 105.06 ડીઝલ – 99.41 પહોંચ્યા છે. જ્યારે સી.એન.જી. પણ 80 રૂપિયા આસપાસ થઈ ગયું છે.
વડોદરા માં પેટ્રોલ – 104.75/ ડીઝલ – 99.08, રાજકોટ માં પેટ્રોલ – 104.82 / ડીઝલ 99.19, સુરત માં પેટ્રોલ – 104.94 / ડીઝલ 99.03, ગાંધીનગર માં પેટ્રોલ – 105.27 / ડીઝલ 99.62 જેટલા ભાવ અત્યારે છે.

संबंधित पोस्ट

રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો

Karnavati 24 News

હવે ‘વંદે ભારત’ પશુઓ સાથે ટકરાશે નહીં, રેલવે ટ્રેક પર રખડતા પશુઓ જોવા મળશે તો RPF કડક પગલા લેશે

Admin

ભારતમાં પણ શ્રીલંકા જેવી આર્થિક બદહાલીનો ડર! PM આવાસ પર ડોભાલ અને સચિવોની બેઠકમાં ઉઠ્યા સવાલ

Karnavati 24 News

भारत के साथ मजबूती से खड़ा हुआ ऑस्ट्रेलिया, LAC पर यथास्थिति बदलने के एकतरफा प्रयास का किया विरोध

Admin

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને કહી આ વાત

Karnavati 24 News