Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી

મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું.આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી.

મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાસ મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને જીલ્લા અગ્રણી દંપતીએ રજુઆત કરી હતી.

संबंधित पोस्ट

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

Karnavati 24 News

એરપોર્ટ પર સુરક્ષા અંગે કેન્દ્રીય ગૃહ સચિવની બેઠક, એરઇન્ડિયા વિવાદ પર થઈ આ ચર્ચા

Admin

મણિનગર રેલ્વે સ્ટેશન સામે આવેલ રાજરત્ન આર્કેડ ની બહાર AMC ના દબાણ ખાતાએ કામગીરી હાથ ધરી

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin

સરકારી નોકરી: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 400 જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ છે

Karnavati 24 News