Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ શહેરમાં 62 હજાર મકાનો વેચાયા વિનાના, મુંબઈમાં અઢી લાખ જાણો અન્ય શહેરોની સ્થિતિ

એક બાજુ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં મકાન બની ગયા બાદ વેચાવાના ઘણા બાકી જ છે. કેમ કે, મકાનો ઝડપી બનવાની પ્રક્રિયા અમદાવાદમાં ખૂબ જ છે. લેટેસ્ટ રીપોર્ટ આ પહેલા આવ્યો હતો તેમાં અમદાવાદ મુંબઈની સરખામણીએ પણ મોંઘુ રીયલ એસ્ટેટમાં મકાનોમાં બની રહ્યું છે.
અેટલે કે માર્કેટ ત્યાં બુસ્ટ જોવામળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો ભાવની દ્રષ્ટીએ મુંબઈના ભાવ વધુ છે.
પ્રાેપટાઈગરના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં અત્યારે 62 હજાર મકાનો વેચાયા વિનાના જ પડી રહ્યા છે. જેથી આ મકાનો વેચાતા ઘણો સમય લાગી શકે છે. કેમ કે, જ્યાં જુઓ ત્યાં સ્કીમો બની રહી છે જેની સામે ભાવ વધુ હોવાથી લોકોમાં લેવામાં થોડો વિલંબ પણ થઈ રહ્યો છે.
જ્યારે પ્રાેપટાઈગરના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર બીજી તરફ મુંબઈ શહેરમાં સૌથી વધુ 2.55 લાખ મકાનો વેચાયા વિનાના એમનેમ જ પડી રહ્યા છે. પૂણેમાં 1.18 લાખ, હૈદરાબાદમાં 73 હજાર જ્યારે બેગલુરુમાં 65 હજાર મકાનો વેચાયા વિનાના જ પડી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ રીયલ એસ્ટેટમાં વિવિધ શહેરોમાં જોવા મળી રહી છે.

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં અચાનક બુસ્ટર આવવાનું કારણ એ પણ છે કે લોકોને સરળતાથી ઓછા વ્યાજ દરથી લોન મળી રહી છે. એક સમયે હોમ લોન રેટ 12 ટકા આસપાસ ચાલતા હતા ત્યારે અત્યારે કરતાં અડધા ચાલી રહ્યા છે જેના કારણે લોકોનો ઝુકાવ રિયલ એસ્ટેટ પર વધે છે કેમ કે ઓછા વ્યાજ પ્રમાણે લોન મળી રહે છે અને સામે હપ્તો ખૂબ ઓછો આવતો હોય છે એના કારણે લોકો 40 લાખથી વધુ કિંમતની પ્રોપર્ટી ઉપર વધારે ખરીદી રહ્યા છે. પરંતુ મકાનો વઘુ બનતા કેટલાક મકાનો પડી રહ્યા છે. અન્ય શહેરોની સરખામણી આ આંકડો ખૂબજ ઓછો છે.

संबंधित पोस्ट

જેસરના તાંતણીયા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના સહયોગથી છઠ્ઠો સમૂહ લગ્ન સમારંભ યોજાયો

Karnavati 24 News

મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને ટીએમસી પ્રવક્તા વિરુદ્ધ કલેકટરે બદનક્ષીની ફરિયાદ કરી

Admin

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

સુરત : મહુવાના ગોળીગઢના મેળામાં ૪ લાખ ભક્તો પહોચ્યા : પાર્કિંગના નામે ખુલ્લી લુંટ ચલાવાઈ

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News