Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત ના સ્ટુડન્ટ ભણવા માટે આત્મવિલોપન ની ચીમકી આપી જુઓ આવું તો શું થયું…???

સુરત જિલ્લાના કઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ-9ના વર્ગો શરૂ થઈ જવાની સરકાર દ્વારા મંજૂરી મળી ગયા બાદ પણ હજી સુધી વર્ગ શરૂ થયા નથી. જેને લઇને આ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. સરકાર દ્વારા જુલાઈ 2021માં શાળામાં નવમા ધોરણ ના વર્ગો શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાબતે સ્થાનિક રહીશો અને વાલીઓ દ્વારા શાળા સંચાલકોને વારંવાર રજૂઆત કરી છે કે, ધોરણ 9ના વર્ગ ઝડપથી શરૂ કરી દેવામાં આવે. જેથી કરીને એકથી આઠ ધોરણ સુધી અભ્યાસ કરતા બાળકો આગળ વધુ અભ્યાસ માટે ધોરણ નવમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ હજી સુધી તેમના પ્રશ્નો કોઈ નિકાલ આવ્યો નથી.ત્યારે કઠોદરાની સજેશન બોક્સમાં વિદ્યાર્થીઓએ આપવીતી ઠાવલતા અગ્નિસ્નાનની ચીમકી ઉચ્ચારી છે. જો કે, આ મુદ્દે સતત મિટીંગોમાં વ્યસ્ત રહેતા જિલ્લા શિક્ષણાધિકારીએ બાળકોનો સંપર્ક પણ ન કર્યો હોવાનું સામે આવ્યું છે. કઠોદરા શાળાની અંદર એક સજેશન બોક્ષ મૂકવામાં આવ્યું છે. આ બોક્સની અંદર વિદ્યાર્થીઓ કે, વાલીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો તે અંદર મૂકતા હોય છે. જેમાં મળેલા પત્ર શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકો વાંચતા હોય છે. તે મુશ્કેલીનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરતા હોય છે. આજે સવારે સજેશન બોક્સમાં જે પત્ર મળ્યો હતો. તેને લઈને ખળભળાટ મચી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જો ધોરણ નવના વર્ગો શરૂ નહીં થાય તો અમે 11 બાળકો અગ્નિસ્નાન કરી લઈશું. શાળા વ્યવસ્થાપન સમિતિ પાસે આ પત્ર પહોંચતાની સાથે જ તેમણે તાત્કાલિક અસરથી શિક્ષકો સાથે આ બાબતે ચર્ચા કરી હતી.ને બાળકોની સાથે પણ પૂછપરછ કરી હતી કે, આ પત્ર કોણે લખ્યો છે.

संबंधित पोस्ट

અમરેલીમાં હોળી – ધુળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી હોય જ્યારે બજારો ધમધમી ઊઠી

Karnavati 24 News

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

Admin

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ

Karnavati 24 News

જામનગર જીલ્લા પંચાયતના સુપરવાઈઝરે પત્ની પર ગુજાર્યો અમાનુષી ત્રાસ, ફરિયાદ દાખલ

Karnavati 24 News

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

Karnavati 24 News

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin