Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

બિઝી લાઇફમાં આ રીતે તમારી Mental Healthનું રાખો ધ્યાન, નહિં તો પેનિક એટેક…

હેલ્ધી રહેવા માટે શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે બિઝી લાઇફમાં આ બધી વાતોનું ધ્યાન રાખતા નથી તો પેનિક એટેક, વારંવાર પરસેવો થવો, ધ્રુજારી થવી આ સિવાય કેન્સર, હાર્ટને લગતી બીમારીઓની ઝપેટમાં જલદી આવી જાવો છો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આપણા શારિરિક સ્વાસ્થ્યનો સીધો પ્રભાવ માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. પરંતુ સતત કામને કારણે આપણે આપણી મેન્ટલ હેલ્થ પર વધારે ધ્યાન આપી શકતા નથી. પરંતુ આજે અમે તમને કેટલીક એવી સરળ ટિપ્સ બતાવીશું જેનાથી તમે મેન્ટલ હેલ્શને બુસ્ટ કરી શકશો.

હેલ્ધી ફૂડ ખાઓ

એકદમ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે હેલ્ધી ફુડ ખાઓ. પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓને તમારા ડાયટમાં એડ કરો. જેનાથી તમારા શરીરમાં શારિરિક અને માનસિક વિકાસ થવામાં મદદ મળશે. આ સાથે જ તમને આખો દિવસ તાજગી રહેશે.

એક્સેસાઇઝ કરો

દરેક વ્યક્તિએ પોતાની માટે અડધો કલાકનો સમય એક્સેસાઇઝ માટે ફાળવવો જોઇએ. જો તમે એક્સેસાઅઇઝ કરો છો તો સ્ટ્રેસ લેવલ આપોઆપ જ ઓછુ થઇ જાય છે. આ સાથે જ તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે. એક્સેસાઇઝ કરવાથી માનસિક અને શારિરિક એમ બન્ને રીતે તમે રિલેક્સ રહો છો.

પૂરી ઊંઘ લો

આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો પૂરતી ઊંધ લેતા નથી, જેના કારણે બીજી અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. આ માટે દિવસમાં ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લો.

મેડિટેશનનો સહારો લો

જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો મેડિટેશનનો સહારો લો. મેડિટેશન એક એવી વસ્તુ છે જે તમને રિલેક્સ કરે છે. તમને નકારાત્મક વિચારો બહુ આવતા હોય તો મેડિટેશન તમારા માટે એક મસ્ત ઓપ્શન છે.

संबंधित पोस्ट

શિયાળામાં, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Karnavati 24 News

ચોકલેટ કેક રેસીપી: આ ચોકલેટ કેક તમારા મોઢામાં પાણી આવી જશે, રેસીપી બનાવવી સરળ છે

Karnavati 24 News

त्वचा को नेचुरल तरीके से खूबसूरत बनाने के लिए इन टिप्स को करें फोलो

Admin

ક્યાંક તમે તો ખોટી રીતે કન્ડિશનર કરતા નથી ને? જાણો સાચી રીત, નહિં તો વાળ ખરવા લાગશે

Karnavati 24 News

બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી

Admin

ત્રિફળાનું સેવન કરવાથી ચરબી ઉપયોગ કરતી વખતે ચરબી ઘટે છે , પણ એક વાતનું ધ્યાન રાખો.

Karnavati 24 News