Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ ફરી ગુજરાતના પ્રવાસે આવી શકે છે, અગાઉ દાહોદનો પ્રવાસ નક્કી થયો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ અને બનાસકાંઠા આવવાના છે. 19 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જામનગર આવે શકે તેવી શક્યતાઓ છે કેમ કે, આયુષ મંત્રાલયની હેઠળ WHO દ્વારા નિર્મિત જીસીટીએમની સ્થાપન હેઠળ તેઓ આવી તેનું ઉદઘાટન કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જામનગર દ્વારા હેલ્થ વિભાગ દ્વારા આ કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યાે છે.

વૈશ્વિક સેન્ટરના સિલાન્યાસ માટે આયુષ મંત્રાલાયએ તૈયારી શરુ કરી છે. જામનગર ગ્લાેબલ સેન્ટર ફાેર ટ્રેડિશન મેડીસીનની સ્થાપનાને 9 માર્ચે મંજૂરી મળી હતી. પ્રથમ અને વૈશ્વિક પરંપરાગત દવા માટેનું અેક માત્ર કેન્દ્ર હશે ફરી જામનગરને વિશ્વ કક્ષાની ઓળખ આ મેડિસીનથી મળી શકે છે. જામનગર એક પછી એક ઓળખ મેળવી ચૂક્યું છે.  ત્યારે હવે પીએમ આવે તેવી શક્યતા છે. અહીં રીસર્ચ સેન્ટર બનશે, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયા પણ આવવાના છે જેથી બેથી ત્રણ દિવસનો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો ગોઠવાઈ શકે છે.

અગાઉ નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા જ 4 રાજ્યોની જીત બાદ તરત જ ગુજરાતમાં આવ્યા હતા. અમદાવાદથી ગાંધીનગર કમલમ સુધી રોડ શો કર્યો હતો. અમદાવાદ અને ગાંધીનગર બાદ હવે ફરી તેઓ જામનગર આવે તેવી શક્યતા છે.

વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ત્યારથી જ ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે વડાપ્રધાનના એક પછી અેક પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે ત્યારે અાજે કેન્દ્રિય ગૃહમંત્રીનો પ્રવાસ પણ ગાંધીનગરમાં 10 એપ્રિલના રોજ છે.

संबंधित पोस्ट

‘ધારા‘સભ્યોને મકાનનું ભાડું રોજનો સવા રૂપિયો, મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત!

Karnavati 24 News

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

યશવંત સિંહા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારઃ TMCમાંથી રાજીનામું, કહ્યું- હું મોટા હેતુ માટે અલગ થવા માંગુ છું

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અજય દેવગણની હાજરીમાં ગુજરાતમાં સિનેમેટીક પોલીસીની જાહેરાત કરશે, પોલીસીનો આ છે હેતુ

Karnavati 24 News

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

Karnavati 24 News