Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીએ પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે તેઓ મુદ્દાને સારી રીતે ગરમાવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી દિલ્હી આપ અને ભાજપ ગુજરાત સરકાર શાબ્દીક રીતે આમને સામને આવી ગયુ છે. આ સમગ્ર શરૂઆત 15 દિવસ પહેલા આપ દિલ્હી ખાતે સ્કૂલની બહાર થઈ રહેલા વિરોધના પગલે, ભાજપ ગુજરાત દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને દિલ્હીની શિક્ષણ નીતીને લઈ સવાલો ઉભા કરાયા હતા. ત્યારે બાદ મનિષ સિસોદીયાએ વળતો જવાબ આપતા કહ્યું કે, ભાજપ સરકાર શિક્ષણ વિશે વાત જ ના કરે, જો જીતુ વાઘાણી આ વિષય પર વાત કરવા માંગતા હોવ તો હું તેમને ખુલ્લી ચેલેન્જ ડીબેટ કરવા માટે આપું છું. સમય અને સ્થળ એ નક્કી કરે, આમ કહીં ગુજરાતમાં આડકતરી રીતે ત્યાં બેઠા બેઠા આપ દ્વારા શિક્ષણ મુદ્દે પ્રચાર કરી લીધો હતો.

જીતુ વાઘાણીએ આ વાતનો પ્રત્યુતર એ કહીને આપ્યો કે, 28 વર્ષથી જેની સરકાર છે તેની સરખામણીએ કોઈ સાથે ના થઈ શકે, ત્યારે આ મુદ્દો આમ આગળ વધ્યો હતો. અામ આદમી પાર્ટીએ બિછાવેલા જાળની અંદર જીતુ વાઘાણીની ગઈ કાલે જીભ લપસી અને તેમને ઉતાવળે નામ લીધા વિના આપ પાર્ટી પર કટાક્ષ કર્યો પરંતુ સીધી વાત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આવી ગઈ. જેને જે સારું લાગતું હોય તે રાજ્ય કે દેશમાં બાળકોના સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. અહીંયા રહેવું નથી તેવું કહેનારા જ્યાં સારું લાગતું હોય ત્યાં જઈ શકે છે. આ પ્રકારનું નિવેદન કરી બેઠા, બસ આ જ મોકાની રાહ જોવાઈ રહી હતી ત્યાર પછી આજે મનીષ સિસોદીયાએ સામે વળતો પ્રહાર કરી આડકતરી રીતે ત્યાં બેઠા બેઠા આપનો પ્રચાર કરી લીધો.

મનીષ સિસોદીયાએ ટ્વીટ કરતા કહ્યું કે, ગઈ કાલે ગુજરાતના શિક્ષણ પ્રધાને ગુજરાતના લોકોને ધમકી આપી છે. ગુજરાતના લોકોને ગુજરાત છોડી જવાની જરૂર નથી, આપ ગુજરાતમાં સરકાર બનાવશે અને ગુજરાતમાં જ દિલ્હી જેવું જ શિક્ષણ આપશે. એમ કહી શિક્ષણના સારા કામનો પ્રચાર આડકતરી રીતે કરી લીધો.

संबंधित पोस्ट

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો

Karnavati 24 News

PM મોદીએ આપ્યો સ્વચ્છતાનો સંદેશઃ દિલ્હીમાં પ્રગતિ મેદાન અંડરપાસનું કર્યું ઉદ્ઘાટન, સુરંગમાં પ્લાસ્ટિકની બોટલ જોઈ પોતે જ હટાવી દીધી

Karnavati 24 News

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

Karnavati 24 News

હિન્દીનો વધતો પ્રભાવ: વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનું પ્રભુત્વ ઝડપથી વધ્યું છે

Karnavati 24 News

પીએમ મોદીએ ભૂજવાસીઓને 200 બેડ ધરાવતી હૉસ્પિટલની ભેટ આપી, 10 વર્ષમાં દેશને મળશે રેકોર્ડ ડૉક્ટર

Karnavati 24 News

સરકાર ખેડૂતોને આર્થિક રીતે ટકાઉ કૃષિ વ્યૂહરચના અપનાવવા પ્રોત્સાહિત કરે છે