Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

આ દૂધ પીવાથી એસિડિટીમાંથી તરત મળે છે રાહત, જાણો બીજા ઘરેલું ઉપાયો પણ

આજના આ સમયમાં અનેક લોકો એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય છે. એસિડિટી માણસને ઉપડે ત્યારે બહુ જ હેરાન કરી નાંખે છે. જો કે ઘણાં લોકોને એસિડિટી વધારે પ્રમાણમાં થતી હોય છે. એસિડિટીથી પેટમાં અતિશય બળતરા થાય છે. આમ, જોવા જઇએ તો એસિડિટીની સમસ્યા ગરમીમાં વધુ પ્રમાણમાં થાય છે. જો તમે પણ એસિડિટીની સમસ્યાથી બહુ કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

નારિયેળ

જેને બહુ એસિડિટી થતી હોય એના માટે નારિયેળ પાણી સૌથી બેસ્ટ છે. ગરમીમાં નારિયેળ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. નારિયેળ પાણીમાં ડિટોક્સિફાય ગુણ હોય છે જે તમને રાહત અપાવવાનું કામ કરે છે. આ સાથે જ નારિયેળ પાણીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પેટની સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

છાશ

છાશમાં અનેક ગુણો રહેલા છે. છાશ પીવાથી એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે તમને બહુ એસિડિટી ઉપડે ત્યારે તમે ઠંડી છાશ પીવો છો તો પેટમાં ઠંડક થાય છે જેના કારણે તમને મોટી રાહત મળી જાય છે.

કેળા

એસિડિટીમાંથી રાહત મેળવવા માટે તમે કેળા પણ ખાઇ શકો છો. કેળામાં રહેલા તત્વો તમારી એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. કેળામાં રહેલું પોટેશિયમ પેટમાં વધારાની એસિડિટી બનતી અટકાવે છે, જે શરીરના પીએચ લેવલને ઘટાડે છે.

શક્કરટેટી

ઉનાળામાં દરેક લોકોએ ટેટી ખાવી જોઇએ. ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે જે તમારા શરીરમાં રહેલી પાણીની ઉણપને દૂર કરે છે. ટેટીમાં  એન્ટી ઓક્સિડન્ટસ અને ફાઇબર એસિડ હોય છે જે પેટ સંબંધિત રોગો મટાડે છે. ટેટી ખાવાથી પેટ ઠંડુ રહે છે જેના કારણે બળતરા થતી નથી.

ઠંડુ દૂધ

જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે ઠંડુ દૂધ પી લો. ઠંડુ દૂધ પીવાથી એસિડિટી તરત બેસી જાય છે.

संबंधित पोस्ट

કરચલીઓ: આ મીઠી વસ્તુની મદદથી ચહેરાની કરચલીઓ દૂર થશે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

દાળના ફાયદા: જાણો મસૂરના આ ફાયદા, ભવિષ્યથી નહીં પસ્તાવો; પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે

હોર્મોન અસંતુલન સાથે કામ કરવાની સાથે, કાચા ગાજર ઘણી સમસ્યાઓ માટે રામબાણ છે.

ડાયટમાં આ રીતે ઓટ્સનો સમાવેશ કરો, સ્થૂળતા અને વજન ઝડપથી ઘટશે!

Admin

આમળા નવમી 2022: આમળામાંથી બનાવેલ વાળનો માસ્ક ઘૂંટણ સુધીના વાળ બનાવી શકે છે, આ રીતે ઉપયોગ કરો

Admin

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin