Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

અમિત શાહ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. ત્યારે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહેલા અમદાવાદમાં પહોંચ્યા હતા.અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પિચ લેન્ગવેજ,પેથોલોજી કોલેજ અને ગરીબ જરૂરિયાત મંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ તેમને આ કાર્યક્રમ થકી કરાવ્યાે હતો. ખાસ કરીને અમદાવાદમાં તેમના હસ્તે 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા અને આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલા 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટ બનાવવામાં આવ્યા છે. જેમનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. હાઉસિંગ, બિલ્ડીંગ, ગાર્ડન વગેરેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે.

જાે કે પહેતા તેમને અમદાવાદ સોલા સિવિલની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત તેમની આજના દિવસની અહીંથી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ તેમના મતક્ષેત્રની અંદર પણ જશે જ્યાં વિવિધ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. સાંજે 5 કલાકે તેઓ ફરી અમદાવાદ પરત આવશે અને  જી.ડી પાર્ટી પ્લોટ સોલા અમદાવાદ ખાતે એ.એમ.સી દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.

संबंधित पोस्ट

અમદાવાદમાં બનશે અધધ EWS આવાસોના મકાનો – આ વિસ્તારોમાં બનશે આવાસો

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

વિધાનસભાની ચૂંટણીના બન્ને તબક્કાના મતદાન માટે રાજ્યનું ચૂંટણી તંત્ર સુસજ્જ પી. ભારતી

Admin

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin

ટ્રાઇબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Karnavati 24 News