Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

સ્માર્ટફોનમાં નેટવર્કના ઇસ્યુ છે? તો આ 1 ફેરફાર કરો અને મેળવો જબરજસ્ત પરિણામ

આજના આ સમયમાં અનેક લોકો પાસે સ્માર્ટફોન હોય છે. દિવસેને દિવસે સ્માર્ટફોનનો યુઝ ખૂબ જ વધી રહ્યો છે. જો કે આજના આ સમયમાં સ્માર્ટફોન એક જરૂરિયાત થઇ ગઇ છે. એકબીજા સાથે કનેક્ટેડ રહેવા માટે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. જો કે આજના સ્માર્ટફોનમાં એવી ટેકનોલોજી આવી ગઇ છે જેમાં તમારું કામ ખૂબ જ સરળતાથી થઇ જાય. પરંતુ અનેક લોકોની ફરિયાદ સિગ્નલની હોય છે. સિગ્નલ પોતાના ઘરમાં ના આવે તો ફોનમાં વાત કરવા માટે બહાર જવું પડે છે અને સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આમ, જો તમારી સાથે પણ કંઇક આવું થાય છે તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. તો જાણી લો આ ટિપ્સ અને ફોલો કરો તમે પણ…

ઘણી વાર ફોનના કવરથી પણ સિગ્નલ રોકાતા હોય છે

તમને જાણીને નવાઇ લાગશે કે તમારા સ્માર્ટફોનના કવર પણ તમારું સિગ્નલ અટકાવી શકે છે. આ પાછળનું કારણ એ હોય છે કે સ્માર્ટફોન પર હાર્ડ પ્લાસ્ટિક કવર ચડાવવામાં આવે છે જેના કારણે સિગ્નલ બ્લોક થતા હોય છે અને સ્માર્ટફોન સુધી સરળતાથી પહોંચી શકાતા નથી. આ કારણે તમારા સ્માર્ટફોનમાં કોલિંગ અને ઇન્ટરનેટની સમસ્યાઓ ઉભી થતી હોય છે.

આ રીતે મેળવો નેટવર્ક

જ્યારે પણ તમે સ્માર્ટફોનમાં વાત કરો ત્યારે એવી કોશિશ કરો કે તમે એવા રૂમમાં હોવ જ્યાં સૌથી વધારે બારી અને દરવાજા હોય. સ્માર્ટફોનમાં સિગ્નલ લાવવા માટે ખુલ્લી જગ્યામાં જાવો અને પછી વાત કરો, જેથી કરીને તમને વાત કરવામાં કોઇ ડિસ્ટર્બ ના થાય. પહેલા ખુલ્લી જગ્યામાં જઇને સિગ્નલ વધારો અને પછી કોલિંગ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરો. આમ, જો તમે આ સરળ ટિપ્સ ફોલો કરશો તો તમારા ફોનમાં સિગ્નલનો ઇસ્યુ દૂર થઇ શકે છે.

संबंधित पोस्ट

જાણો, કેવી રીતે પસંદ કરી શકાય ફેસબુક, ટ્વિટર ખાતાના વારસદાર?

Karnavati 24 News

Teslaમાં ક્યા ભારતીયને મળી હતી પ્રથમ નોકરી, ખુદ એલન મસ્કે કર્યો ખુલાસો

Karnavati 24 News

ભારતીય બજારમાં ઓલા સ્કૂટરની ડિલિવરીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે,

Karnavati 24 News

Hyundaiની Venue N Line લોન્ચ, આ SUV Creta કરતાં મોંઘી

રિલાયન્સ જિયોનો સસ્તો પ્લાન ફરીથી અમર્યાદિત કૉલિંગ-ડેટા અને ઘણા લાભો સાથે આવે છે

Karnavati 24 News

BSNLની ધમાકેદાર ઓફર! નજીવી કિંમતે 425 દિવસ માટે દરરોજ અમર્યાદિત ડેટા મેળવો અને ઘણું બધું

Karnavati 24 News