Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

આજે 11:00 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સંબોધન કરશે. ત્યારે તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના આપવામાં આવી છે.

ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ રાષ્ટ્રપતિ આ રીતે ગુજરાતમાં વિધાનસભામાં સંબોધન કરશે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક કલાક 11 થી 1એ કલાક દરમિયાન વિધાનસભા ગૃહને સંબોધિત કરશે. ગૃહની અંદર આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખો આ સંબોધન કરશે.

લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઇને તેઓ વિધાનસભા ગૃહમાં એક કલાક વાત કરશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં ગાંધીનગર પહોંચશે.
ગઈકાલે અધ્યક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની જાહેરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિધાનસભાગૃહમાં સંબોધનને લઈને કરવામાં આવી હતી. આજે 11:00 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ વિધાનસભાગૃહમાં સંબોધન કરશે. ત્યારે તમામ સભ્યોએ 10:30 કલાકે પોતાની જગ્યા લેવાની આપી સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રપતિને સંબોધન ના થાય ત્યાં સુધી કોઈ વ્યવસ્થા છોડશે નહીં. તેવી સૂચના અધ્યક્ષ તરફથી અપાઈ હતી. રાષ્ટ્રપતિના કલાકના સંબોધન બાદ 1 વાગે બેઠક શરૂ થશે. બપોર બાદ આવતી આજે એક જ બેઠક યોજાશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર બાદ રાષ્ટ્રપતિ દ્વારકા અને જામનગરમાં પ્રવાસની પણ મુલાકાત કરવાના છે. જો કે આ પહેલા તેમનો સૌરાષ્ટ્ર નો જ પ્રવાસ હતો પરંતુ મુખ્યમંત્રીએ તેમણે ગુજરાત વિધાનસભા ના ચાલુ સત્રમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું

संबंधित पोस्ट

અમદાવાદમાં પીએમના ભવ્ય સ્વાગતની તડામાર તૈયારીઓ, કટ આઉટ અને પોસ્ટરો લાગ્યા

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News

98 રાજુલા વિધાનસભામાં વિજય વિશ્વ સંમેલન સાથે કોંગ્રેસ પક્ષના વર્તમાન ધારાસભ્ય અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું

Admin

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

Karnavati 24 News

સંકટમાં ઉદ્ધવ સરકાર LIVE: સંજય રાઉતે કહ્યું- મહત્તમ સત્તા જશે; સાંજ સુધી 50 ધારાસભ્યો ઠાકરેની વિરુદ્ધ હોઈ શકે છે

Karnavati 24 News