Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલીમાં હોળી – ધુળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી હોય જ્યારે બજારો ધમધમી ઊઠી

ભારતીય સંસ્કૃતિ મુજબ વિવિધ તહેવારોમાં વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે, અને તેમાંય હોળી-ધુળેટી પર્વે હોલિકા દહનમાં ધાણી, ચણા, ખજૂર સહિતની વિવિધ સામગ્રીઓ પૂજામાં મુક્યા બાદ આરોગતા હોય છે. હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા સહિત સામગ્રીઓની માંગ વધુ હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે બજારો બંધ રહેતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા, ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછું થતાં અમરેલી શહેરની બજારો ધમધમી ઊઠી છે. શહેરના મુખ્ય માર્ગો  સહિતના વિસ્તારોમાં હંગામી ધોરણે સ્ટોલ ઊભા થઈ ગયા છે. જોકે, હજુ હોળી-ધૂળેટી પર્વને ગણતરીના દિવસો  બાકી છે, ત્યારે નજીકના દિવસોમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે.બજારમાં ધીમીગતિએ ગ્રાહકીનો માહોલ બંધાયો છે ધોળી-ધુળેટીના રંગોત્સવની બાળકો અને યુવાનો વિશેષ આનંદ લેતા હોય છે,હોલિકા દહનના બીજા દિવસે ધુળેટીના પર્વે અબાલ વૃદ્ધ સૌકોઈ રંગોત્સવ મનાવે છે અબીલ ગુલાલની છોળો વચ્ચે રંગોનો તહેવાર મનભરી ઉજવાઈ છે બજારમાં ઘાણી ખજૂર,સહિતની વસ્તુની ખુબ જ માંગ રહે છે,સાથે ધુળેટી પર્વ માટે રંગો અને પિચકારી સહિતની માંગ પણ ખુબ જોવાઈ છે ત્યારે હાલમાં અમરેલીની બજારમાં ધીમે ધીમે રોનક જોવાઈ રહી છે.

રંગબેરંગી પિચકારીની માંગ નીકળી છે  વેપારીના કહેવા મુજબ હાલમાં ચીનના સામાનની આવક બિલકુલ બંધ છે  બાળકો માટે અલગ અલગ થીમ આધારિત પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે બેટ,છોટાભીમ, બારબી ટેન્ક,વિવિધ કાર્ટૂન અને મિસાઈલ ટેક્નિક વાળી પીચકારીનું વિશેષ માંગ રહે છે જોકે છોટા ભીમનો લોકપ્રિયતા યથાવત છે પિચકારીમાં અલગ અલગ ફંક્શન ધરાવતી અંદાજે ૫૦ થી ૬૦ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે જેમાં ફેન્સી,ગન હેન્ડલ ,બાંસુરી અને સ્પાઇડરમેન સહિતની વેરાયટી બાળકોને મોહી રહી છે.

संबंधित पोस्ट

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવો જાણો .

Karnavati 24 News

SP સંજય ખરાતે ખાખીને દાગ લગાડનાર ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,સમગ્ર કેસની તપાસ DYSPને સોંપી

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

REET-2022 આજે જ અરજી ભરો: 25 થી 27 સુધી, તમે ફોર્મમાં સુધારો કરી શકશો; આરબીએસઈએ બે વાર તારીખ લંબાવી છે

Karnavati 24 News

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજની હાલત ખખડધજ, પેરાપેટના પોપડા-પ્લાસ્ટર પણ ઉખડી ગયા

Karnavati 24 News