Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ:ઉનાળાની શરૂઆત સાથે જ જળ ઓછાં થતા કાંઠા છોડતી નર્મદા નદી,અનેક સ્થળે નદી સુકાઈ

ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદા ના જળ રાજ્યના અનેક શહેરો સુધી આજે પહોંચ્યા છે,નર્મદા નદીમાં બારે માસ ખરખર વહેતુ જળ જ્યાં કેટલાય પરિવારોની તરસ છીપાવે છે તો કેટલાય પરિવારો માટે રોજીરોટી માટે પણ મદદ રૂપ થાય છે,પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ નદીમાં જળ ની માત્ર ઘટવા લાગવા ની ઘટનાઓ દર વર્ષે સામે આવતી હોય છે,ખાસ કરી નર્મદા જિલ્લા થી લઈ ભરૂચ જિલ્લા વચ્ચે વહેતી નર્મદા નદીમાં ઉનાળાની શરૂઆત બાદ અનેક સ્થળે નદીમાં જળ ઓછાં થયા હોવાનું બુમો ઉઠવા પામી છે,

ભરૂચ ના ગોલ્ડન બ્રિજ પાસે પણ બંને કાંઠે વહેતી નર્મદા નદી હવે ધીમેધીમે તેના કાંઠા છોડતી નજરે પડી રહી છે,નદીમાં જળ ની માત્ર માં ઘટવાના કારણે તેના બંને તરફના કાંઠા સુકાવવા લાગ્યા છે અને કીચડ જેવી સ્થિતિ માં જોવા મળી રહ્યા છે,એટલું જ નહીં પરન્તુ નદીના વચ્ચે ના ભાગમાં પણ રહેલા પથ્થર જળ ઓછા થવાના કારણે હવે દેખાવા લાગ્યા છે, ભરૂચ ના ગોલ્ડન બ્રિજ પરથી ઉભા રહીને વર્તમાન સમય માં નર્મદા નદીને જોઈએ તો જે નદી સિલ્વર બ્રિજના પાંચ માં ગાળા સુધી વહેતી હતી તે નદી આજે માંડ ત્રણ ગાળા માં વહેતી હોય તેમ લાગી રહ્યું છે,નદીમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જળ ઓછું થવાની વાત સ્થાનિકો માટે ચિંતા ઉપજાવે તેમ છે,ખાસ કરી નદીમાં માછી મારી કરતા નાવડા અને બોટ ચલાવતા માછી મારો પણ હવે નર્મદા નદીમાં પૂરતા જળ વારા વિસ્તાર શોધી એટલાજ ભાગમાં ફરવા મજબૂર થયા છે,

ભરૂચ નજીક વહેતી નર્મદા નદી કે જેના નીર છે ક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે તે હવે ભરૂચ નજીક કાંઠા છોડતી નજરે ચઢી રહી છે,ભૂતકાળમાં પણ અનેક વાર. નર્મદા નદીના જળ સુકાયા ની ઘટના સર્જાઈ ચુકી છે જેમાં ભરૂચ ના પૂર્વ પટ્ટી ના વિસ્તારોમાં તો નદી પાર કરવા વાહનો પણ ફરતા થયા હતા જોકે આ વર્ષે નર્મદા ની સ્થિતી સારી છે,પરન્તુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ધીમેધીમે નદી તેના કાંઠા છોડતી નજરે પડતા સ્થાનિકોમાં તેની ચિંતા સતાવી રહી છે,

संबंधित पोस्ट

અમદાવાદમાં ભડભડ સળગી ઉઠી BRTS બસ, ડ્રાઈવરની સૂચકતાથી પેસેન્જર્સનો બચાવ

Karnavati 24 News

ગુજરાતમાં મુસ્લિમ પરિવારે હિન્દુ બ્રાહ્મણ કન્યાનું ધામધૂમથી મામેરું ભરી માનવતા અને એકતાની મહેક પસરાવી

Admin

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News