Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ताजा समाचार

અમરેલી જિલ્લાના લાઠી વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મરે સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી

વિધાનસભા ગૃહમાં આજે પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમરેલી જિલ્લાના લાઠી વિસ્‍તારના કોંગ્રેસના ધારાસભ્‍ય વિરજી ઠુમ્‍મરે સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી હતી. તેમણે જીડીપી, ખેડૂતોને સહાય, વાયબ્રન્ટ સમિટ પાછળ થતો કરોડોના ખર્ચ જેવા મુદ્દાઓ પર ગૃહમાં સરકાર પર નિશાન સાધ્યું હતું.

તેમણે જણાવ્‍યું કે, કોઈપણ દેશ-રાજ્‍યના વિકાસ માટે જી.ડી.પી. એક મહત્વનું પાસું છે. વર્ષ ૨૦૦૪-૦૫માં રાજ્‍યનો જી.ડી.પી. ૧૯.૨૧% હતો, પરંતુ ભાજપ સરકાર આવી ત્‍યારથી જી.ડી.પી.માં સતત ઘટાડો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૫-૦૬માં ૧૪.૨૯%, ૨૦૦૬-૦૭માં ૧૪.૪૪%, ૨૦૦૭-૦૮માં ૧૩.૩૭%, ૨૦૦૮-૦૯માં ૧૩.૫૯%, ૨૦૦૯-૧૦માં ૧૩.૪૬%, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧.૮૪% અને ૨૦૧૯-૨૦માં ૧૧.૨૧% અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૨.૧૮% થયો. આમ, ગુજરાત રાજ્‍ય જી.ડી.પી.માં આગળ આવવાને બદલે પાછળ ધકેલાતું જાય છે અને સરકાર પોતાની વાહવાહી કરે છે.

કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્‍યું હતું કે, કોરોનાના કારણે રાજ્‍ય સરકારની કરવેરાની આવકમાં ઘટાડો થશે તેવો અંદાજ હતો, પરંતુ એવું કશું થયું નથી. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્‍ય સરકારની કરવેરાની આવક રૂ. ૭૯,૦૨૦ કરોડ હતી, જે વર્ષ ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૮૩,૪૨૪ કરોડ થઈ. કોરોના મહામારી હોવા છતાં રાજ્‍ય સરકારની વેરાની આવકમાં રૂ. ૪,૪૦૪ કરોડનો વધારો થયો છે. વેરાની આવકમાં કોરોનાની કોઈ અસર નથી તે આના પરથી સ્‍પષ્‍ટ થાય છેવિરજી ઠુમ્‍મરે વધુમાં કહ્યું કે, દેશના વડાપ્રધાન રાજ્‍યના તત્‍કાલીન મુખ્‍યમંત્રી હતા ત્‍યારે કેન્‍દ્રની સરકાર ગુજરાતને સતત અન્‍યાય કરે છે તેમ કહેતા હતા. કેન્‍દ્ર સરકાર નાણાપંચની ભલામણ અનુસાર અનુદાન ગુજરાત સરકારને આપે છે તે કરવેરાના હિસાબ તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૦૫-૦૬થી ૨૦૧૩-૧૪ના નવ વર્ષના ગાળા દરમ્‍યાન અનુદાન ૨૮.૯%ના દરે વધ્‍યું છે અને ૨૦૧૪-૧૫થી ૨૦૨૦-૨૧ના સાત વર્ષના ગાળામા આ અનુદાન ૧૭.૧૮%ના દરે ઘટયું છે, આને કહેવાય ગુજરાતને થપ્‍પડ.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, તત્‍કાલીન મુખ્‍યમંત્રી દેશના વડાપ્રધાન બન્‍યા પછી ગુજરાતને સતત કેન્‍દ્ર સરકારની થપ્‍પડો વાગતી રહી છે. મનમોહનસિંહની સરકાર વખતે રાજ્‍યને વધુ રકમ મળી હતી અને નરેન્‍દ્ર મોદીની સરકાર વખતે ગુજરાતને ઓછામાં ઓછી રકમ મળી છે. કેન્‍દ્ર સરકારની યોજનાના અમલ માટે મળતું અનુદાન વર્ષ ૨૦૦૫થી ૨૦૧૩ના ગાળામાં ૫૬%ના દરે વધ્‍યું હતું, અને વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૨૦ દરમ્‍યાન તેમાં સતત ઘટાડો નોંધાયો છે.

તેમણે વાયબ્રન્ટ મુદ્દે ભાજપ સરકારને ઘેરતા કહ્યું કે, ગુજરાતના ઉદ્યોગોના વિકાસ માટે વાયબ્રન્‍ટ મેળાઓ કરો છો, વાયબ્રન્‍ટ એટલે માત્ર ગુજરાતને ધ્રુજાવવાની જ વાત થાય છે. વાયબ્રન્‍ટના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને એ ખર્ચ કર્યા પછી પણ મનમોહનસિંહની સરકાર બોલતી નથી, મનમોહનસિંહ કદી બોલતા નથી એવું કહેતા હતા એમણે હવે કહેવું જોઈએ કે પ્રકાશન નંબર-૩૦ તરીકે પ્રસિદ્ધ તેના ફકરા નં. ૩.૩માં આપેલ આંકડાઓની વિગત ઉપરથી સાબિત થાય છે કે કેન્‍દ્રની મોદી સરકાર ગુજરાતને થપ્‍પડ નહીં પરંતુ મોટો દંડો મારતા હોય એમ લાગે કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્‍મરે જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૨૧ના બજેટમાં ખેડૂતો અને ખેતી માટે રૂ. ૭,૪૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, વર્ષ ૨૦૨૨ના બજેટમાં તેમાં ઘટાડો કરાયો છે. શું આ જ છે ખેડૂતો અને ખેતીનું ઉત્‍થાન? વર્ષ ૨૦૨૧-૨૨માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થઈ હતી, ત્‍યારે ખેડૂતોની આવક કેવી રીતે ડબલ થશે? બે વર્ષથી કૃષિ મંત્રી એમ કહે છે કે મારે પીપડા ખરીદીને ખેડૂતોને આપવા છે. પીપડામાં અનાજ થોડું સમાય? ખેડૂતોએ પીપડા મેળવવા માટે રૂ. ૨૦૦નો ખર્ચ કરીને ઓનલાઈન અરજી કરી છે, પરંતુ આ પીપડું આપવાનું છે કોણ?

ગત વર્ષે નાણા મંત્રીએ તેમના પ્રવચનમાં હજારો લોકોને છત્રી આપ્‍યાની વાત કરી હતી. પરંતુ કેટલા લોકોને છત્રી આપવામાં આવી? કેટલી છત્રી આપવામાં આવી એના આંકડા જાહેર કરવામાં આવતા નથી. દિન-પ્રતિદિન કૃષિ ક્ષેત્ર માટેના બજેટમાં ઘટાડો કરતા જાય છે અને ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થાય છે, પરંતુ ખેડૂતોની આવક ડબલ કેવી રીતે થશે? તે પ્રશ્ન છે.

संबंधित पोस्ट

J&K: बुर्का पहने महिला ने CRPF बंकर पर फेंका बम, CCTV में दर्ज हुई रोंगटे खड़े करने वाली घटना

Karnavati 24 News

कोरोना के फीवर में जिस ‘डोलो’ को बताया सबसे असरदार, वो था फिक्स… दवा लिखने डाक्टरों को बांटे गये 1000 करोड़ के गिफ्ट

Karnavati 24 News

उत्तर प्रदेश के मदरसों में तीन चरणों में मिलेगी शिक्षा

Admin

तीन दिन में पकड़े गए अंतरराज्यीय गिरोह के 5 बदमाश, एसीएस होम ने दिया 1 लाख का इनाम

Karnavati 24 News

मुख्य चुनाव आयोग ने हिमाचल प्रदेश में चुनाव की तारीख की घोषणा कर दी

Admin

यह चुनाव गुजरात के 5 साल के लीए नहीं है, 25 साल बाद गुजरात कैसा होगा ईस के लीए है – पीएम मोदी

Admin