Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

Junagadh: શિવરાત્રી મેળોને માત્ર બે દિવસ બાકી, તડામાર તૈયારીઓ, સાધુ સંતોનો પ્રવાહ શરૂ થયો

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીનો મેળો માત્ર પ્રતિકાત્મક સાધુ-સંતો માટે જ યોજાતો હતો પરંતુ આ વર્ષે સરકારે તમામ લોકો માટે છૂટછાટ આપતા શ્રદ્ધાળુઓમાં અને ખાસ કરીને સાધુ સંતોમાં આનંદની લાગણી ફેલાઈ છે
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો (Shivratri Melo)શુક્રવારથી શરૂ થવાનો છે. તેથી તેના તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ (Junagadh) ના ભવનાથમાં પરંપરાગત રીતે ઉજવાતા આ મેળમાં પાંચ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ મેલાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

શિવરાત્રીના મેળાને મીની કુંભ કહેવામાં આવે છે. ભવનાથ મહાદેવનો શિવરાત્રી નિમિતે યોજાતા પરમ્પરાગત મેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મેડિકલ, પાણી સુવિધા વગેરેની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વધારાની બસો દોડાવશે. ઉપરાંત ભરડાવાવથી આગળ વાહનપ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો. પાર્કિંગ સુવિધા પણ ઉભી કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પાણીની તેમજ સફાઈ અંગેની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત અલગ-અલગ સ્ટોલ પણ ઉભા કરવા આવશે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શિવરાત્રીનો મેળો માત્ર પ્રતિકાત્મક સાધુ-સંતો માટે જ યોજાતો હતો પરંતુ આ વર્ષે સરકારે તમામ લોકો માટે છૂટછાટ આપતા શ્રદ્ધાળુઓમાં અને ખાસ કરીને સાધુ સંતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને લોકોને આ મેળામાં આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે

25મી ફેબ્રુઆરી શુક્રવારથી હર હર મહાદેવ ના નાદ સાથે શિવરાત્રી મેળાની શરૂઆત થશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. શિવરાત્રીની રાત્રે રવાડી બાદ મેળાની પૂર્ણાહુતી થશે.

મહાશિવરાત્રીના મેળા અંતર્ગત જુનાગઢ શહેરમાં મજેવડી દરવાજા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ભવનાથ જવા માટેનો નવો રૂટ હીરો હોન્ડા શોરૂમથી ભારત મિલના ઢોરા પરથી પસાર થતો રસ્તો નક્કી કરાયો છે. જેના રિપેરિંગ તેમજ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ રૂટ ઉપર આવનાર યાત્રીઓને કોઈપણ જાતની સમસ્યા ન સર્જાય તે માટે લાઈટની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવાની સૂચના અપાઇ છે.

ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્ત્વ ધરાવે છે. કોરોનાના કારણે છેલ્લા બે વખતથી આ મેળો ભક્તો માટે યોજાયો નહોતો. આ વર્ષે ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ સ્વરૂપે આયોજિત થશે. મેળામાં સાધુ સંતોના ઉતારા ધમધમવા લાગશે અને મુલાકાતીઓ માટે વિવિધ રાઈડ્સ અને સ્ટોલ પણ લગાવવામાં આવશે. મેળાના છેલ્લા દિવસે નીકળતી સાધુ-સંતોની રવાડીના દર્શન કરવા માટે પણ લોકોને મંજૂરી આપવામાં આવશે.

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

આજે જન્માક્ષર: દૈનિક રાશિફળ, વૃષભ 11 જાન્યુઆરી: જનસંપર્ક તમારા માટે વ્યવસાયના નવા સ્ત્રોત પેદા કરી શકે છે, નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 08 જાન્યુઆરી: કર્મચારીએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ, વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે.

Karnavati 24 News

રાશિફળઃ આ રાશિના જાતકોનું ભાગ્ય 28 જુલાઈએ સૂર્યની જેમ ચમકશે, વાંચો મેષથી મીન રાશિની સ્થિતિ

Karnavati 24 News

1લી માર્ચે મહાશિવરાત્રિ, આ દિવસે ભુલથી પણ શિવજીને આ વસ્તુ ન ચડાવતા…

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 27 જાન્યુઆરી: વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય સારો છે, કાર્યક્ષેત્રમાં સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

Karnavati 24 News