Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Bappi Lahiri Passes away : જાણીતા સંગીતકાર ગાયક બપ્પી લહેરીનું નિધન થયુ છે. તેઓ 69 વર્ષના હતા. ગયા વર્ષે એપ્રિલમાં, બપ્પી લાહેરીને કોરોના થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.
જાણીતા ગીતકાર, સંગીતકાર, ગાયક બપ્પી લહેરીનું (Bappi Lahiri) નિધન થયુ છે. તેઓને મુંબઈ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સંગીતકાર અને ગાયક (Musician and singer) બપ્પી લાહિરીનું આજે મુંબઈની (Mumbai) હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 69 વર્ષના હતા. બપ્પી લાહિરી 1970-80ના દાયકાના અંતમાં કેટલીક ફિલ્મોમાં લોકપ્રિય ગીતો આપ્યા હતા.

ભારત રત્ન લતા મંગેશકરના અવસાનથી સંગીતપ્રેમીઓ હજી આધાતમાંથી બહાર આવ્યા નથી, ત્યાં વધુ એક દિગ્ગજ ગાયક બપ્પી લહેરીનું અવસાન થયું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક ડૉક્ટરને ટાંકીને કહ્યું કે ગાયક-સંગીતકાર બપ્પી લાહેરીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ અનેક રોગોથી પીડિત હતા.

મ્યુઝિક કમ્પોઝર બપ્પી લાહેરીને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી, બપ્પી દાને બેડ રેસ્ટ માટે કહેવામાં આવ્યું હતુ. અને તે પછી તેઓ તેમના ઘરમાં લિફ્ટની સાથે વ્હીલચેર પણ લગાવવામાં આવી હતી. જેથી તેમને વધારે તકલીફ ન પડે. આ સિવાય બપ્પી લાહેરીની પણ ઘણી બીમારીઓની સારવાર ચાલી રહી હતી.

ગયા વર્ષે એપ્રિલમાં, બપ્પી લાહેરીને કોરોના થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.

2014માં રાજકારણમાં પ્રવેશ્યા હતા

સંગીત ક્ષેત્રે જબરદસ્ત સફળતા હાંસલ કર્યા પછી, લહેરીએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. જો કે તેમને રાજકારણમાં બહુ સફળતા મળી ના હતી. તેઓ 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને પશ્ચિમ બંગાળના શ્રીરામપુર (લોકસભા મતવિસ્તાર) માંથી 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, બપ્પી લહેરી ચૂંટણીમાં હાર્યા હતા.

બપ્પી લહેરીની ખાસ વાત એ છે કે તેમણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આજે બપ્પી લહેરીની વિદાયથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સુનકાર વ્યાપી ગયો છે. ડિસ્કો ડાન્સર, નમક હલાલ, હિમ્મતવાલા અને શરાબી જેવી હિન્દી ફિલ્મોમાં ગાવા ઉપરાંત, બપ્પી દા ‘અરે પ્યાર કર લે’ અને ‘ઓહ લા લા’ જેવા ગીતો માટે પણ જાણીતા છે.

છેલ્લા દાયકામાં, બપ્પી લહેરીએ ધ ડર્ટી પિક્ચરમાંથી ઓ લા લા, ગુન્ડેમાંથી તુને મારી એન્ટ્રી, બદ્રીનાથ કી દુલ્હનિયાના તમ્મા તમ્મા અને શુભ મંગલ જ્યાદા સાવધાનમાંથી હે પ્યાર કર લે જેવા ગીતો ગાયા હતા. તેમણે છેલ્લે 2 વર્ષ પહેલા ફિલ્મ બાગી 3 માટે ગીત કમ્પોઝ કર્યું હતું. જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.

संबंधित पोस्ट

આલિયા ભટ્ટ આ ફિલ્મોને કરી ચુકી છે રિજેક્ટ, પ્રભાસ-અક્ષય અને આમીર સુધીની ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે…

Karnavati 24 News

રાખી સાવંતની વાત સાંભળીને સ્ટાર્સ પહોંચ્યા પાડોશના ડોક્ટર પાસે, જ્યારે કોફી વિથ કરણમાં અભિનેત્રીએ કહ્યું- ભગવાન ન આપે…

Karnavati 24 News

અજય દેવગને The Kashmir Files પર કર્યુ રિએક્ટ, ક્યારેક ક્યારેક હકિકત. કલ્પના કરતા પણ વધુ આકર્ષિત કરે છે..

Karnavati 24 News

બર્થ એનિવર્સરી: નરગીસમાં હીરો વિના ફિલ્મ હિટ કરવાની તાકાત હતી, પદ્મશ્રી મેળવનાર પ્રથમ અભિનેત્રી હતી

Karnavati 24 News

સાઉથના સુપરસ્ટાર ગુજરાતની મુલાકાત લીધી, અગાઉ RRR ફિલ્મ નું શૂટિંગ ગુજરાતમાં આ ઐતિહાસિક જગ્યા પર થઈ ચૂક્યું છે

Karnavati 24 News

બધાઈ દો ટ્રેલરને મળી રહ્યો છે સારો પ્રતિસાદ : બે કરોડથી વધુ લોકોએ જોયું ટ્રેલર

Karnavati 24 News