Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

Electric Vehicle: સાસરી-પિયરપક્ષ બન્નેને એક સાથે બેસાડીને હવાની ગતિએ ભાગશે આ કાર, આ ગાડી છે ખુબીઓનો ખજાનો!

ફ્રેસ્કો નામના નોર્વેજિયન ઈલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપે એક શક્તિશાળી ઈલેક્ટ્રીક વ્હીકલ રજૂ કર્યું છે. જેમાં 8 લોકો બેસી શકે છે. સંપૂર્ણ ચાર્જ પર આ કાર 1000 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. ફ્રેસ્કો મોટર્સે અગાઉ રેવેરી નામની કોન્સેપ્ટ કાર પણ રજૂ કરી હતી અને હવે કંપનીએ તેનું પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ રજૂ કર્યું છે. આ ઈલેક્ટ્રિક કારનું નામ ફ્રેસ્કો XL છે જે દેખાવમાં સ્ટાન્ડર્ડ કાર જેવી લાગે છે પરંતુ તે MPVની જેમ કામ કરે છે.

મુસાફરો તેની અંદર સૂઈ શકે છે-

કંપનીએ કારની કેબિનમાં પુષ્કળ જગ્યા આપી હોવાને કારણે કારનું નામ XL રાખ્યું છે. જો કે કંપની દ્વારા શેર કરવામાં આવેલ ઈલેક્ટ્રિક કારના ફોટોમાં કારની કેબિન દેખાતી નથી. એવી પણ માહિતી આપવામાં આવી છે કે કારની સીટો એવી રીતે ફોલ્ડ કરવામાં આવે છે કે તે બેડ બની જાય અને મુસાફરો તેની અંદર સૂઈ શકે. જો કંપનીનું માનીએ તો ફ્રેસ્કો XLમાં 4 ઈલેક્ટ્રિક મોટર્સ, 2-વે ચાર્જિંગ પોઈન્ટ્સ અને પાવરફુલ બેટરી પેક છે જે 1,000 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

માત્ર 2 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ-

ફ્રેસ્કોએ હજુ સુધી આ કાર વિશે વધુ માહિતી આપી નથી, જોકે કંપનીએ તેની કિંમતો જાહેર કરી દીધી છે. અને ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે, તેની કિંમત 1,00,000 યુરો છે જે ભારતીય ચલણમાં લગભગ 86 લાખ રૂપિયા છે. સ્ટાર્ટઅપની શરૂઆત 2017માં કરવામાં આવી હતી અને કંપની દ્વારા પ્રદર્શિત કોન્સેપ્ટ કાર રેવેરીનું ઉત્પાદન ક્યારેય શરૂ કર્યું ન હતું જે 2019માં પ્રદર્શિત કરવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ ઈલેક્ટ્રિક કારની ટોપ સ્પીડ 300 કિમી પ્રતિ કલાક છે અને તે માત્ર 2 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

संबंधित पोस्ट

આ ઘડિયાળ પહેરીને તમે બની જશો ‘મિસ્ટર ઈન્ડિયા’! ફીચર્સ જોઈને તમે પણ કહેશો કે મોગેમ્બો ખુશ છે!

Karnavati 24 News

અદાણી પછી હવે ટાટા પણ 5Gની રેસમાં? ચેરમેને કંપનીની યોજના જણાવી

Admin

ચંદ્ર, મંગળ પછી શુક્રનો વારો: ISRO ટૂંક સમયમાં શુક્ર પર અવકાશયાન મોકલી શકે છે, તે ગ્રહના ઝેરી વાતાવરણ પર સંશોધન કરશે

રિલાયન્સ જિયો 749 રૂપિયામાં લાવ્યો આ મજબૂત પ્લાન, 90 દિવસ સુધી કરો અનલિમિટેડ કૉલ, રોજ મળશે 2 GB ડેટા

Karnavati 24 News

ટેલિકોમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત વગાડશે ડંકો, PM મોદીએ સૌથી મોટો નિકાસકાર બનવાની આશા વ્યક્ત કરી

Karnavati 24 News

હવે ટીવી ખરીદવાની નથી કોઈ જરુરત, 300 રૂપિયામાં તમારો સ્માર્ટફોન બની જશે તમારું TV

Karnavati 24 News