Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં બનાવી જગ્યા

વિશ્વના અબજપતિઓની યાદીમાં મોટો ઉલટફેર થયો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના જ નહી પણ તેમણે અંબાણી અને માર્ક ઝકરબર્ગને પછાડીને ટોપ-10માં જગ્યા બનાવી છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડી નંબર-વનની ખુરશી પર પહોચી ગયા છે.માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં 29 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. મેટા પ્લેટફોર્મ્સ ઇંકના સ્ટૉકે એક દિવસમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો અને મુકેશ અંબાણીની સંપત્તિ પણ 1.2 અબજ ડૉલર ઓછી થઇ ગઇ હતી. જેને કારણે અદાણીનો ફાયદો થયો છે અને તે 12માં સ્થાનથી 10માં સ્થાને પહોચી ગયા છે. અંબાણી હજુ પણ નંબર 11ની પોઝિશન પર છે. સૌથી મોટો ઝડકો માર્ક ઝકરબર્ગને લાગ્યો છે. ઝકરબર્ગ ટોપ-10ની બહાર થઇ ગયા છે.જેફ બેજોસની નેટવર્થમાં 11.8 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. ફોર્બ્સ અનુસાર, તેના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી ઝકરબર્ગની કુલ સંપત્તિ 84.8 અબજ ડૉલર પર આવી ગઇ છે. ઝકરબર્ગ પાસે પહેલા ફેસબુકના નામથી જાણીતી ટેક બીહમોથનો લગભગ 12.8% ભાગ છે.ઇ-કોમર્સ રિટેલર Amazonના સંસ્થાપક અને અધ્યક્ષ જેફ બેજોસ પાસે કંપનીના લગભગ 9.9% ભાગ છે. ફોર્બ્સ અનુસાર, તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ પણ છે.ફોર્બ્સ અનુસાર, એક વર્ષ પહેલા 2021માં બેજોસની કુલ સંપત્તિ 57% વધીને 177 બિલિયન ડૉલર થઇ ગઇ છે.

संबंधित पोस्ट

ઉનાળામાં આઈસ્ક્રીમ મોંઘોઃ ભાવમાં 5-10% નો વધારો, વેચાણમાં 2 વર્ષ પછી સૌથી મોટો ઉછાળો

Karnavati 24 News

ફોક્સવેગન વર્ટસ 2022 લોન્ચ: તેમાં 6 એરબેગ્સ સાથે સુરક્ષા મળશે, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પણ હશે; કિંમત 17.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે

Karnavati 24 News

હાઈ રિટર્ન સ્ટોકઃ આ શેરે રોકાણકારોને માત્ર 9 મહિનામાં 1 લાખથી 52 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી

Karnavati 24 News

Investment Tips / Childrens Mutual Funds માં રોકાણ કરી બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, બેંકો કરતા વધુ મળશે રિટર્ન

Admin

એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આરઆઈએલ બજારમાં તીવ્ર ઉછાળો, છઠ્ઠા દિવસે સેન્સેક્સ-નિફ્ટી મજબૂત

Karnavati 24 News

Share Market Updates: ગ્લોબલ સંકેતો સાથે બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનો જબરદસ્ત ઉછાળો, નિફ્ટી 16,646 પર ટ્રેડ

Karnavati 24 News