Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતા અને વાણવટીના વ્યવસાય તરીકે સંકળાયેલા જાણીતા મુસ્લિમ પરિવારનું આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું વહાણ ઈરાન નજીકના દરિયામાં ખરાબ હવામાનના કારણે જળમગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અને વહાણવટી પરિવાર સાથે સંકળાયેલા કાસમભાઈ અબુભાઈ ભોકલના પરિવારજનોના નામનું ફેઝે તાજુદ્દીન બાબા- 2 નામનું આશરે 1200 ટનની કેપેસીટી ધરાવતું વહાણ ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરથી ખાંડ ભરીને ઈરાન તરફ નીકળ્યું હતું.આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ મંગળવારે સવારના સમયે ઈરાન પહોંચે તે પહેલાં આ દરિયામાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ સામે ટકી શક્યું ન હતું અને થોડી જ વારમાં આખું વહાણ પાણીમાં સમાઇ ગયું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વહાણ અકસ્માતમાં ખલાસીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ, ખંભાળિયા પંથકનું અને આશરે રૂ. છ કરોડ જેટલી કિંમત ધરાવતું વહાણે ઈરાન નજીક દરિયામાં જળસમાધિ લેતા વહાણવટી પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

संबंधित पोस्ट

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

ભરૂચમાં PSI હોવાનો રોફ જમાવી રૂપિયાની ઉઘરાણી કરનારા બે શખ્સો ઝડપાયા

Admin

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત

Admin