Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસરાજકારણ

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના બીજા સૌથી મોટા રઇસ બની ગયા છે, તેમણે ચીનના ઝોંગ શૈનશૈનને પછાડીને આ સિદ્ધિ મેળવી છે. અદાણીની નેટવર્થ 40 કરોડ ડૉલરથી વધીને 77.4 અબજ ડૉલર પહોચી ગઇ હતી. બીજી તરફ શૈનશૈનને 6.73 અબજ ડૉલરનું નુકસાન થયુ છે અને તે 74.6 અબજ ડૉલરની નેટવર્થ સાથે એશિયામાં ત્રીજા નંબર પર ખસકી ગયા છે. અદાણી એશિયામાં બીજા અને વિશ્વમાં 13માં નંબર પર પહોચી ગયા છે.

કમાણી મામલે ગત વર્ષ ગૌતમ અદાણીના નામે રહ્યુ હતુ. આ દરમિયાન તેમની નેટવર્થ 41.5 અબજ ડૉલરનો ઉછાળો થયો હતો, તેમની કેટલીક લિસ્ટેડ કંપનીઓએ ગત વર્ષે સોલિડ રિટર્ન આપ્યુ હતુ. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝેઝના શેરમાં આ વર્ષે 245 ટકા વધારો થયો હતો. આ રીતે અદાણી ટ્રાન્સમિશનના શેર 288 ટકા અને અદાણી ટોટલ ગેસના શેર 351.42 ટકા ઉછળ્યા હતા.

અંબાણીએ બે દિવસમાં 3.36 અબજ ડૉલરની કમાણી કરી

બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં સોમવાર અને મંગળવારે 3.36 અબજ ડૉલરનો વધારો થયો છે. તે 93.3 અબજ ડૉલરની નેટવર્થ સાથે એશિયામાં પ્રથમ અને વિશ્વમાં 12માં સ્થાન પર છે. ગત વર્ષે તેમની નેટવર્થમાં 13 અબજ ડૉલરનો વધારો થયો હતો. આ દરમિયાન રિલાયન્સના શેરોએ 18.6 ટકા રિટર્ન આપ્યુ હતુ જ્યારે આ વર્ષે બીએસઇ સેન્સેક્સમાં 21 ટકાની તેજી આવી છે.

એલન મસ્કે 11.9 અબજ ડૉલર ગુમાવ્યા

વિશ્વની સૌથી મોટી ઓટો કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કે વર્ષના પ્રથમ દિવસે 33 અબજ ડૉલરની કમાણી કરી હતી અને તેની નેટવર્થ 300 અબજ ડૉલરની પાર પહોચી ગઇ હતી પરંતુ મંગળવારે તેની નેટવર્થમાં 11.9 અબજ ડૉલરનો ઘટાડો થયો હતો. તેમ છતા તે 292 અબજ ડૉલરની નેટવર્થ સાથે અમીરોની યાદીમાં ટોપ પર છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 193 અબજ ડૉલરની નેટવર્થ સાથે બીજા નંબર પર છે. ફ્રાંસીસી બિઝનેસમેન અને વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moet Hennessyના ચેરમેન ઓફ ચીફ એક્ઝીક્યૂટિવ બર્નાડ આરર્નોલ્ટ (180 અબજ ડૉલર) ત્રીજા અને માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (138 અબજ ડૉલર) ચોથા નંબર પર છે.

અમેરિકાનો દબદબો

અમેરિકન કોમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને ગૂગલના લેરી પેજ 128 અબજ ડૉલરની નેટવર્થ સાથે પાંચમા નંબર પર છે. ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ 126 અબજ ડૉલરની વેલ્થ સાથે છઠ્ઠા નંબર પર છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઇ બ્રિન 123 અબજ ડૉલર સાથે સાતમા, અમેરિકન બિઝનેસમેન તથા રોકાણકાર સ્ટીવ બાલ્મર 117 અબજ ડૉલર સાથે આઠમા, વોરેન બફેટ 112 અબજ ડૉલરની નેટવર્થ સાથે નવમા સ્થાન પર છે.

संबंधित पोस्ट

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News

‘ભારત જોડો યાત્રા પર હુમલો, સફળતાનો સંકેત’, કોંગ્રેસે કહ્યું- યાત્રા પછી ખતમ થઈ જશે ભાજપ

ખડગેની જીત સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસના ત્રણ પ્રવક્તાએ રાજીનામું આપીને સમગ્ર પક્ષને આપ્યો ખાસ સંકેત 

LIC IPO: રોકાણકારોને લલચાવવા માટે સરકાર LIC IPOનું મૂલ્યાંકન ઘટાડી શકે છે! જાણો તેનો અર્થ

Karnavati 24 News

ટ્વિટરે મસ્ક સાથે અધિગ્રહણની લડાઈ વચ્ચે શેરધારકોને મત આપવા માટે તારીખ કરી નક્કી

Karnavati 24 News

પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં શરુ થયો આંતરીક વિખવાદ, કોણ થયું નારાજ

Karnavati 24 News