Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

પોસ્ટ ઓફિસની મજબુત સ્કીમ, એક વર્ષમાં તમને બેંકમાંથી મળશે વધુ લાભ, જાણો તમામ વિગતો

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ઘણા પ્રકારની ખાસ સુવિધા મળે છે. આ સિવાય તમને સરકારની ગેરંટી પણ મળે છે.
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવું કેટલું સુરક્ષિત અને નફાકારક સાબિત થઈ શકે છે. જો તમે સારો નફો ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિરમાં (Post Office) ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) માં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં એફડી (Post office fixed deposit) કરાવવા પર તમને અન્ય ઘણા પ્રકારની સુવિધાઓ પણ મળે છે.

તેનાથી તમને સારા વળતરની સાથે સરકારી ગેરંટી પણ મળશે. તેમાં તમને ક્વાર્ટરના આધાર પર વ્યાજ (Post Office FD Interest Rate 2022) ની સુવિધા મળે છે.

પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ
પોસ્ટ ઓફિસમાં FD કરાવવી ખુબ સરળ પણ છે. ઈન્ડિયા પોસ્ટે પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપી છે. આ જાણકારી અનુસાર પોસ્ટ ઓફિસમાં તમે અલગ-અલગ 1,2, 3, 5 વર્ષો માટે એફડી કરાવી શકો છો. આવો જાણીએ આ સ્કીમમાં ક્યા-ક્યા ફાયદા મળે છે.
1. પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા પર તમને ભારત સરકાર ગેરંટી આપે છે.
2. તેમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે.
3. તેમાં એફડી ઓનલાઇન (કેશ, ચેક) કે ઓનલાઇન (નેટ બેન્કિંગ/મોબાઇલ) બેન્કિંગ દ્વારા કરી શકો છો.
4. તેમાં તમે 1થી વધુ એફડી કરાવી શકો છો.
5. આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ કરી શકો છો.
6. તેમાં 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવા પર તમને આઈટીઆર ફાઇક કરવા સમયે ટેક્સમાં છૂટ મળશે.
7. એક પોસ્ટ ઓફિસથી એફડી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે.

આ રીતે ખોલાવો FD
પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે તમે કેશ કે ચેક આપીને ખોલાવી શકો છો. તેમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાથી એકાઉન્ટ ખુલે છે. તો વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી.

FD પર મળે છે સારૂ વ્યાજ
આ રીતે 7 દિવસથી એક વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે. 1 વર્ષ 1 દિવસથી લઈને 2 વર્ષની એફડી પર પણ આ વ્યાજ દર છે. તો 3 વર્ષની એફડી પર 5.50 ટકાના દરે વ્યાજ મળે છે. 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધી એફડી પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે તમને એફડી પર સારુ વળતર મળશે.

संबंधित पोस्ट

દિવસના અંતે સેન્સેક્સ 85 પોઈન્ટ ઘટીને 56,976 પર છે; નિફ્ટીમાં 33 પોઈન્ટનો ઘટાડો

મોંઘવારીનો વધુ એક માર: હવે 19 કિલો કોમર્શિયલ LPG ગેસ 250 રૂપિયા મોંઘુ થયુ

Karnavati 24 News

 Reliance Groupમાં બદલાઇ શકે છે નેતૃત્વ, કોણ બનશે મુકેશ અંબાણીનો ઉત્તરાધિકારી?

Karnavati 24 News

SGVP ગુરુકુળ, છારોડી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીની કલેકટર સંદીપ સાગલેએ સમીક્ષા કરી

Karnavati 24 News

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO અસંભવ છે, જાણો કારણ

Karnavati 24 News

જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 12.41% થયો, ડેટા કરવામાં આવ્યો જાહેર

Karnavati 24 News