Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૭૨૬ કરોડ આપવામાં આવ્યા છે અને દાહોદ જિલ્લો વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યો છે. ૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કરાયું છે અને રૂ. ૨૭૩.૬૮ લાખના ખર્ચે ૧૮૦ વિકાસ કાર્યોનો આજથી પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત ચાર નવા ગ્રામ પંચાયત ભવનનું રૂ. ૫૬ લાખના ખર્ચે પણ લોકાર્પણ કરાયું છે દાહોદમાં રૂ. ૯૪૪.૬૯ લાખના મનરેગાના ૧૧૨૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૬૨.૫૯ લાખના ખર્ચે મનરેગાના ૮૭૫ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ૧૬૦૪ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જયારે ૧૮ લાભાર્થીઓના આવાસનું ખાતમુહૂર્ત કરાયું છે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯૭૫૩૯ આવાસો મંજૂર થયા છે. જેમાંથી ૮૮૨૩૬ પરિવારોને પોતાનું ઘર મળી ગયું છે.

संबंधित पोस्ट

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

Karnavati 24 News

Nishikant Dubey News: दिल्ली विश्वविद्यालय ने साफ किया, निशिकांत दुबे नहीं रहे हैं उनके छात्र

Admin

ભારત જોડો યાત્રા : 37માં દિવસે કર્ણાટકના રામપુરાથી શરૂ થઈ યાત્રા

Admin

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News