Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

Whatsapp સમાચાર: શું WhatsApp સ્ક્રીનશૉટ્સ શોધવા માટે ત્રીજી બ્લુ ટિક સુવિધા લાવી રહ્યું છે? સત્ય જાણો

WhatsApp Screenshot Detection feature: વોટ્સએપ કંપની સ્ક્રિનશોટ ડિટેક્શન (Screenshot Detection) માટે કોઇ ફીચરની તૈયાર કરી રહી નથી. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ સમાચાર સંપૂર્ણ ખોટા (Fake News) છે.
મુંબઈ: મેસેજીંગ એપ વોટ્સએપ (WhatsApp) યૂઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ (New Features) લોન્ચ કરતી રહે છે. પરંતુ ઘણી વખત અમુક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ પણ વાયરલ (Viral News) થાય છે, જેના પર લોકો વિશ્વાસ કરી બેસે છે. તેથી હાલમાં જો તમને એવા સમાચાર મળ્યા હોય કે વોટ્સએપ સ્ક્રીનશોટ શોધવા માટે ત્રીજું બ્લૂ ટીક (Third Blue Tick Features) લાવી રહ્યું છે, તો તમારે આ સમાચારને સંપૂર્ણપણે અવગણવા જોઈએ. કારણે વોટ્સએપ આવું કોઇ જ ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું નથી. કંપની સ્ક્રિનશોટ ડિટેક્શન (Screenshot Detection) માટે કોઇ ફીચરની તૈયાર કરી રહી નથી. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ સમાચાર સંપૂર્ણ ખોટા (Fake News) છે.
WhatsAppએ કર્યુ અફવાઓનું ખંડન
WhatsApp ફીચર ટ્રેકર Wabetainfo જે WhatsAppના આગામી ફીચર વિશે માહિતી પ્રદાન કરે છે, તેણે ત્રીજા ટીકના આ સમાચારને સ્પષ્ટપણે નકાર્યા છે. Wabetainfoએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, “WhatsApp સ્ક્રીનશોટ ડિટેક્ટ કરવા માટે ત્રીજા બ્લૂ ટીકની કોઇ તૈયારી કરી રહ્યું નથી, આ તદ્દન ખોટા સમાચાર છે.”

શું છે વાયરલ અહેવાલોનો દાવો?

એવી અટકળો વહેતી થઈ હતી કે WhatsApp ટૂંક સમયમાં જ યૂઝર્સને તેમના મેસેજનો સ્ક્રીનશોટ લેવા પર નોટિફિકેશ ન આપવા માટે ત્રીજું ટીક લોન્ચ કરશે. પરંતુ આ સમાચારમાં કોઇ તથ્ય નથી. જોકે, અમુક યૂઝર્સ આ દાવાને સાચો પણ માની બેઠા છે. વોટ્સએપ વિશે તમે સોશિયલ મીડિયા પર જે વાંચો છો તેના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા તમારે Twitter પર ઓફિશિયલ WhatsApp હેન્ડલ પર ક્રોસચેક કરવું જોઈએ. વોટ્સએપ ટ્વિટર પર દરેક નવા ફીચરની જાહેરાત કરે છે અને ફીચર બહાર પડતાં જ તમને તેના વિશે જાણ કરવામાં આવશે.
હાલ વોટ્સએપમાં બે ટીક્સની સુવિધા છે. જે યૂઝર્સને મેસેજ ડિલિવર થયાની અને રીડ થયાની જાણ કરે છે અને જો એક જ ટીક થાય તો સમજવું કે મેસેજ હજુ સુધી ડિલિવર થયો નથી.

બ્લૂ ટીક કેવી રીતે હાઇડ કરવું?

જો તેઓ તમારા કોન્ટેક્ટમાં રહેલા લોકોને જણાવવા માંગતા ન હોય કે તેમણે મેસેજ વાંચ્યો છે કે નહીં તો તમે બ્લૂ ટીક પણ બંધ કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે બ્લૂ ટીક હાઇડ કરી શકશો. એટલે તમે મેસેજ વાંચ્યો હશે તો પણ સામેના વ્યક્તિને જાણ થશે નહીં.

– તમારા ફોનમાં વોટ્સએપઓપન કરો.

– સેટિંગ્સ મેનૂમાં જાઓ.

– હવે પ્રાઇવસી ઓપ્શન પર ક્લિક કરો. અને તેમાં તમે રીડ રિસીપ્ટ બટનને ઓફ કરી શકો છો.

संबंधित पोस्ट

BSNLની ધમાકેદાર ઓફર! નજીવી કિંમતે 425 દિવસ માટે દરરોજ અમર્યાદિત ડેટા મેળવો અને ઘણું બધું

Karnavati 24 News

ફોર્ડે ઈલેક્ટ્રિક વાહનો માટે એક અલગ યુનિટ બનાવ્યું, બિઝનેસ ઝડપથી વધારવાની કરી તૈયારી

Karnavati 24 News

WhatsApp ફીચર અપડેટઃ હવે WhatsApp થશે વધુ સુરક્ષિત, લોગીન માટે ડબલ વેરિફિકેશન સાથે, Undo વિકલ્પ પણ ઉપલબ્ધ થશે

Karnavati 24 News

એલોન મસ્કની લોકપ્રિયતાનું મોટું કારણઃ ટ્વિટરના નવા માલિક નકલી એકાઉન્ટ ડિલીટ કરવાની હિમાયત કરે છે, 48% ફોલોઅર્સ નકલી

Karnavati 24 News

Neflix, Amazon જેવા OTT પ્લેટફોર્મનો લાભ આખું વર્ષ મફતમાં લો, સબ્સ્ક્રિપ્શન કેવી રીતે મેળવવું તે જાણો

Karnavati 24 News

આ કંપનીએ વાયર્ડ ઇયરફોન કર્યા લોન્ચ, જાણો શું છે કીંમત

Karnavati 24 News