Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગરના એક વેપારી પેઢીના સંચાલકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા

જામનગરની એક વેપારી પેઢીના સંચાલક દ્વારા પોતાની જરૂરિયાત માટે રૂપિયા બે લાખની રકમ મેળવી લીધા પછી ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાંથી પાછો ફરતાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે વેપારી પેઢીના સંચાલક ને તકસીરવાન ઠરાવી ૬ મહિનાની જેલની સજા ફટકારી છે. જામનગરમાં ગીતા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવતા નિલેશ નાનજીભાઈ વાણિયાએ પોતાને નાણાંની જરૂરિયાત ઊભી થતાં જામનગરના ટીબી હોસ્પિટલ પાછળ રહેતા રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા પાસેથી ૨ લાખ રૂપિયા હાથ મેળવ્યા હતા, અને તેના બદલામાં ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં નિયત તારીખે નાણાંના અભાવે પાછો ફરતાં રઘુવીર સિંહ ઝાલા દ્વારા જામનગરની અદાલતમાં નિલેશ વાણીયા સામે ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપી વેપારીને તકસીરવાન ઠરાવ્યો હતો, અને ૬ મહિનાની જેલ સજા, તેમજ ચેક મુજબની રકમ રૂપિયા બે લાખનો દંડ ભરવા હુકમ કર્યો છે. જે ફરિયાદીને વળતર સ્વરૂપે ચુકવવાનો આદેશ કર્યો છે.

संबंधित पोस्ट

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

Admin

કલેક્ટરએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા કેટલાંક આદેશ

Karnavati 24 News

 દિલ્હીના વેપારીને રૂ. 10 કરોડની લોન અપાવવાના ઝાંસામાં લઇ રૂ. 40 લાખ પડાવ્યા

Karnavati 24 News

उत्तर प्रदेश में महिला से छेड़छाड़ करने वाले व्यक्ति को निर्वस्त्र कर की धुनाई।

Admin

વકીલ મેહુલ બોઘર ઉપર Live હુમલાનો વિડીઓ…

Karnavati 24 News

જૂનાગઢના માંગરોળ પંથકમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કરતાં ઇજાગ્રસ્ત

Karnavati 24 News