Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બરથી ચાલુ કરવામાં આવી છે . જેમાં અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનનો સ્ટોપેજ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે . જેથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહી છે . મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને , રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ • અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગર કેપિટલ સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે . આ ટ્રેન નં . 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 24 ડિસેમ્બરથી દરરોજ ( રવિવાર સિવાય ) મુંબઈ સેન્ટ્રલથી 06:10 વાગ્યે ઉપડશે અને 12.22 વાગ્યે અમદાવાદ પહોંચશે . 12.37 વાગ્યે રવાના થઈ 13.40 વાગ્યે ગાંધીનગર કેપીટલ પહોંચશે . આજ પ્રકારે ટ્રેન નં . 12010 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગરથી 14.20 વાગ્યે ઉપડીને 15.00 વાગ્યે અમદાવાદ પહોંચશે અને 15.05 વાગ્યે રવાના થઈ 21.45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે . આ બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન અમદાવાદ , નડિયાદ , આણંદ , વડોદરા , ભરૂચ , સુરત , વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે . આથી ચરોતરને વધુ એક ટ્રેનની સુવિધા મળી રહેશે.આ ટ્રેનના સંચાલન સમય , સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે . પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ , મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID – 19 સંબંધિત તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવાનું રહેશે . અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 24 ડિસેમ્બર 2021 થી ચાલુ કરાશે .

संबंधित पोस्ट

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News

રાજ્યસભા ચૂંટણી 2022: રાજ્યસભાની ચૂંટણીમાં ઘરફોડ ચોરીનો ખતરો, કોંગ્રેસ બાદ હવે BJP અને શિવસેનાના ધારાસભ્યો રિસોર્ટ પહોંચ્યા

Karnavati 24 News

આનંદ ઉલ્લાસના પર્વ મકર સક્રાંતિના આગમનને લઈને જામનગરની બજારોમાં રોનક વધી

Karnavati 24 News

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી મામલે હાઈકોર્ટમાં વધુ એક મુદત પડી

Karnavati 24 News

ઉના તાલુકાના ભાચા ગામે આંતરરાષ્ટ્રીય વન નય દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News