Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યતાજા સમાચારસ્થાનિક સમાચાર

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, માવઠાની અસર ઓસરતાં જ રાજ્યમાં 29 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ જશે. શુક્રવારે રાત્રે 12.4 ડિગ્રી સાથે વડોદરા ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

રાજસ્થાનના ઉત્તર-પૂર્વિય ભાગમાં રચાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના કારણે 5 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો આવતાં ઠંડી અચાનક ગાયબ થઇ ગઇ છે. 16 દિવસ બાદ ઉ. ગુ.માં ઠંડીનો પારો 15 ડિગ્રી પાર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડીયા પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

संबंधित पोस्ट

બે ચપટી હળદર ખાવાથી દૂર થશે ગળાની સમસ્યા, કરો આ ઉપાયો.

Karnavati 24 News

રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ખાલી જગ્યા: 10 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરો, 56,000 સુધીનો પગાર મળશે

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News

પાટડીના ધામા ગામમાં માયનોર કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતના ઈસબગુલના પાકને મોટા પાયે નુકશાન

Karnavati 24 News

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

Karnavati 24 News

કણી ગામે સિમેન્ટનો થાંભલો હટાવવા મુદ્દે ધિંગાણું, બંનેપક્ષે 22 સામે પોલીસ ફરિયાદ

Karnavati 24 News