Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यતાજા સમાચાર

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

અમરેલી જિલ્લામાં માર્કેટીંગ યાર્ડના ખુલ્લા બજારમાં મગફળીની બમ્પર આવક થઇ રહી છે. જિલ્લાના રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને બાબરા યાર્ડમાં એક જ દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઇ છે.

યાર્ડમાં ખુલ્લા બજારમાં ટેકામાં મળતી કિંમતમાં જ ખરીદી થઇ રહી છે. જિલ્લામાં રૂપિયા 1110ના ટેકાના ભાવે મગફળીની ખરીદી  માટે 18 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ 6 ટકા જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપી હતી. બાકીના તમામ ખેડૂતોએ ખુલ્લા બજારમાં મગફળી વેંચી દીધી હતી.

ખુલ્લા બજારમાં સારો ભાવ મળતો હોવાથી મોટા ભાગના ખેડૂતો ટેકાની ખરીદી કરતા ખુલ્લા બજારમાં મગફળી વેચવાનું વધુ પસંદ કરે છે. અમરેલીમાં 1192, સાવરકુંડલામાં 650, બાબરામાં 300 અને રાજુલા માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 80 ક્વિન્ટલ મગફળીની આવક થઇ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ચાર હજાર જેટલી ગુણી મગફળી આવી હતી. જોકે, અમરેલી માર્કેટીંગ યાર્ડમાં રૂપિયા 1072 અને બાબરા માર્કેટ યાર્ડમાં રૂપિયા 1047નો સરેરાશ ખેડૂતોને ભાવ મળ્યો હતો.

संबंधित पोस्ट

કુકાવાવ-વડીયા તાલુકા ના જીથુડી ગામે સરકારશ્રી,દ્રારા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયલો

Karnavati 24 News

1 જાન્યુઆરીથી થશે આ મોટા બદલાવ, ATMમાંથી કેસ કાઢવાથી લઇને કપડા ખરીદવાનું થશે મોંઘુ

Karnavati 24 News

APRO भर्ती परीक्षा का अंतिम परिणाम घोषित: सामान्य 77.7 और एसटी 68.3 कट, मेरिट सूची अभी जारी नहीं

Karnavati 24 News

આ વર્ષે મળ્યા સારા સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

Karnavati 24 News

રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો: તીખી પાપડી, પફમાંથી મળી આવ્યો સિન્થેટિક કલર

Karnavati 24 News

તિરંગા યાત્રા : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શુક્રવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

Karnavati 24 News