Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

ભક્તિ: શું તમને પણ આ પ્રશ્ન છે? શિવ ઉપાસના માટે સોમવાર શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે?

તમારા મનમાં પણ આ સવાલ આવતો હશે કે કેમ સોમવારે મહાદેવની આરાધનાનું મહત્વ છે ? આ સવાલનો જવાબ પૌરાણિક કથાઓમા છુપાયેલો છે. ચંદ્ર દેવ સાથે જોડાયેલી છે આ કથા.

દેવાધિદેવ મહાદેવની (Mahadev) આરાધનાનો શ્રેષ્ઠ દિવસ એટલે સોમવાર. સોમવાર એટલે તો ભોળાનાથની ભક્તિનો સર્વોત્તમ દિવસ. સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈ એક દેવી કે દેવતાને સમર્પિત છે. આપ પણ સોમવારે શિવ શંભુની આરાધના કરતાં હશો, શિવાલય જતા હશો, શિવલિંગ પર અભિષેક કરતાં હશો. પણ ક્યારેય એ સવાલ થયો છે કે શિવ પૂજા માટે સોમવાર જ કેમ ખાસ મનાય છે ?

શિવ એ ત્રિદેવમાં સમાવિષ્ટ છે. અને એટલે જ સનાતન ધર્મમાં મહાદેવની આરાધનાનું અનેરું મહત્વ છે. કેટલાય લોકો શિવને સમર્પિત સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન વ્રત, જપ અને તપ કરતાં હોય છે. તો કેટલાય શિવભક્તો તો આખાંય વર્ષના તમામ સોમવારને જાણે શ્રાવણ જ સમજે અને ભોળાનાથની ભક્તિ કરતાં હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે સોમવારે શિવ પૂજાનો છે વિશેષ મહિમા.

પૌરાણિક કથાઓ અનુસાર સોમ દેવે એટલે કે ચંદ્ર દેવે સોમવારે જ મહાદેવની આરાધના કરી હતી. જેના પરિણામ સ્વરૂપે, જેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને ક્ષય નામના રોગમાંથી મુક્તિ આપી હતી. સોમ દેવને એટલે કે ચંદ્ર દેવને નિરોગી રહેવાના આશિષ પણ મહાદેવે જ આપ્યા હતા. એટલે જ મહાદેવનું એકનામ સોમેશ્વર પણ છે અર્થાત સોમના- ચંદ્રના ઈશ્વર અને સોમવારે જે શિવભક્તો ખાસ વ્રત રાખતાં હોય છે તેને પણ સોમેશ્વર વ્રત કહેવાય છે.

સોમવારે શિવજીની આરાધના કરવાંથી શિવજીની સાથે આપ ચંદ્ર દેવની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. એવું કહેવાય છે સોમવારનું એક વ્રત કરવા માત્રથી પણ વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થી જાય છે.

સોમવારે આટલું તો અવશ્ય કરો :
જો શક્ય હોય તો દર સોમવારે સ્નાન કરી શિવાલય દર્શને જવું જોઈએ. શિવલિંગ પર શુદ્ધ જળનો અભિષેક કરવો જોઈએ. સોમવારે શિવજીને બીલીપત્ર અચૂક અર્પણ કરવું જોઈએ અને સાથે જ ભોલેનાથને ભસ્મનું તિલક લગાવો. બસ આટલું કરવા માત્રથી પણ મહાદેવની વિશેષ કૃપાની વ્યક્તિને પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. કહેછે કે સોમવારે શુદ્ધ ભાવથી ભજવામાં આવે દેરક પરેશાનીમાંથી ભોળાનાથ ઉગારે છે.

 

संबंधित पोस्ट

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 08 જાન્યુઆરી: કર્મચારીએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ, વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે.

Karnavati 24 News

રામ ચરિતમાનસ: શુદ્ધ પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે જો બ્રાહ્મણ તેની સામે ઊભો રહે તો પણ પ્રેમ ભૂલી જાય છે.

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, કુંભ 25 ડિસેમ્બર: મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે, મહત્વપૂર્ણ સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે.

Karnavati 24 News

દિવના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

શિવરાત્રીના પાવન પર્વે આસ્થાના પ્રતીક એવા ગલતેશ્વર મહાદેવના કરો દર્શન,સુરતના ટીમ્બા ગામે બિરાજમાન છે ગલતેશ્વર મહાદેવ,અહીં નદીમાં સ્નાન કરવાથી કૃસ્ત રોગ માંથી મળે છે મુક્તિ.!

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મિથુન 27 ડિસેમ્બર: ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતાને કારણે કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે.

Karnavati 24 News