Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશદેશ-વિદેશવિદેશ

 જામનગરના સાંસદ દ્વારા વિયેટનામ એસેમ્બલી ચેરમેન વુઓંગ દિન્હ હુએ અને હાઈ લેવલ પાર્લામેન્ટ્રી ડેલીગેશનનું સ્વાગત કરાયું

વર્ષ-2022 માં ઈન્ડો-વિયેટનામ રાજદ્વારી સંબંધોના નિર્માણની 50 મી વર્ષગાંઠની ઉજવણી તથા 2021 માં ભારત વિયેટનામ વ્યાપક વ્યુહાત્મક ભાગીદારીની પાંચમી વર્ષ ગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ વૈંકયાનાયડુ અને લોકસભા સ્પીકર ઓમ બીરલાના આમંત્રણને માન આપી નવી દિલ્હીમાં વિયેટનામ એસેમ્બલી ચેરમેન વુઓંગ દિન્હ હુએ અને તેઓ સાથે પધારેલ હાઈ લેવલ પાર્લામેન્ટ્રી ડેલીગેશનનું જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી અને હનોઈ વચ્ચે રાજદ્રારી સંબંધો વધુ મજબુત બને તેમજ બન્ને દેશો વચ્ચે વધતી ભાગીદારીના ઉપલક્ષમાં ગત ડિસેમ્બર-2020 માસમાં વર્ચ્યુઅલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિયેટનામ એ ભારતની એકટ ઈસ્ટ પોલિસીનો એક મહત્ત્વપૂર્ણ આધાર સ્તંભ અને ઈન્ડોપેસીફીક વિઝનના મહત્ત્વપૂર્ણ ભાગીદાર હોવાનું જણાવી તે પ્રસંગ અંગે કલાયમેટ ચેન્જ, આતંકવાદ, સાગર સુરક્ષા, શાંતિ, વિકાસના વિષયો ઉપર બન્ને દેશો વચ્ચે સહકાર અને સહયોગ મળી રહે. લોકોને મધ્યમાં રાખીને બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બને તે માટે વિચારો અને નીતિઓના આદાન-પ્રદાન, સરંક્ષણ અને ઉર્જા સહિતના ક્ષેત્રોએ કરારપર હસ્તાક્ષર થયા હતાં. વિકાસશીલ દેશો શાંતી સાથે વિકાસના પથ ઉપર આગળ વધે તે માટે વિચારોની આપ-લે-પરામર્શ કરી બન્ને દેશોનો સાર્વત્રીક વિકાસ થાય તે હેતુ લક્ષી આ ડેલીગેશન 19 ડિસેમ્બર-2021 સુધી ભારતના મહેમાન બન્યું છે તે પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે મહેમાનોને આતિથ્ય ભાવ સાથે સત્કારી આ મુલાકાત સફળ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

संबंधित पोस्ट

ભોજપુરીઃ દેશભક્તિના રંગમાં જોવા મળી અક્ષરા સિંહ, પોસ્ટ શેર કરીને તિરંગા અભિયાનને સમર્થન આપ્યું

Karnavati 24 News

Smugglers નવો જુગાર: જનરેટર જે વીજળીને બદલે દારૂ બનાવે છે

Karnavati 24 News

ઑસ્ટ્રેલિયામાં હિંદુઓની વસ્તીમાં થયો મોટો વધારો, ખ્રિસ્તીઓ 50 ટકા કરતા ઓછા થયા

Karnavati 24 News

રશિયા-યુક્રેન યુદ્ધ અપડેટ્સ: રશિયાએ માર્યુપોલ પર કબજો કરવાનો દાવો કર્યો

Karnavati 24 News

રશિયામાં ભારતની બે બેંકોની ઉપસ્થિતિ, વૈશ્વિક પ્રતિબંધોના પગલે રશિયા સાથે કારોબાર અટકાવ્યો

Karnavati 24 News

પીએમ મોદીએ ભૂજવાસીઓને 200 બેડ ધરાવતી હૉસ્પિટલની ભેટ આપી, 10 વર્ષમાં દેશને મળશે રેકોર્ડ ડૉક્ટર

Karnavati 24 News