Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

ખેડા જિલ્લામાં ગ્રામપંચાયતો ની ચૂંટણી નું કાઉંડાઉન શરૂ થઈ ચૂક્યું છે આજે ખેડા જિલ્લાના 10 સ્ટ્રોંગ રૂમ ખાતેથી ચૂંટણી સાહિત્ય અને સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે જે બસો મારફતે મતદાન મથક સુધી પહોંચાડવમાં આવશે આવતીકાલે સવારેથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેને લઈ ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ આખરી તૈયારીઓ કરી લેવામાં આવી છે ખેડા જિલ્લામાં આવેલ 432 ગ્રામપંચાયતો ની ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકી 17 ગ્રામપંચાયતો સમરસ થઈ હતી જ્યારે 415 ગ્રામપંચાયતો ની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે આ મતદાન પ્રક્રિયા માટે આજે ખેડા જિલ્લાના 10 તાલુકાના 10 સ્ટ્રોંગ રૂમોના 88 હોલ માં ચૂંટણી ના 14 લાખ બેલેટ પેપર સહિતની સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સામગ્રી 119 રૂટ ઉપર 107 બસો મારફતે 1232 મતદાન મથકોએ 1725 મતપેટીઓ પહોંચાડવામાં આવશે આ બસો બે દિવસ માટે ચૂંટણી પ્રક્રિયામાં રહેશે ખેડા જિલ્લામાં ગ્રામપંચાયતોના 512167 પુરુષ અને481379મહિલા સહિત કુલ 993560 મતદારો મતદાન કરશે જેને લઈ તંત્ર દ્વારા 88 આરઓ અને 88 એઆરઓની નિમણુંક કરવામાં આવી છે 7025 પોંલીગ સ્ટાફ મતદાન માટે ફાળવવામાં આવ્યો છે આવતીકાલે 415 સરપંચ અને 1333 વોર્ડ સભ્યો માટે મતદાન થશે જે બાદ આ મતપેટીઓ નજીકના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે જે 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે આ મતદાન પ્રક્રિયામાં ખેડા જિલ્લામાં 288 મતદાન મથકો સંવેદનશીલ અને 174 અતિ સંવેદનશીલ મતદાન મથકો જે લઈ શાંતિપૂર્ણ મતદાન યોજવા 2649 પોલીસ જવાનોને ફરજ ઉપર ખડકી દેવામાં આવ્યા છે

संबंधित पोस्ट

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મળી આરોગ્ય વિભાગની ગવર્નીંગ બોડીની બેઠક

Karnavati 24 News

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર K.N. હાઈસ્કૂલમાં શાળાના જ છાત્રોને એડમિશન ન મળતાં રોષ.

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ટંકારાના પ્રવાસે પધાર્યા

Karnavati 24 News

એકવાર તમે કમિટમેન્ટ કરી લો, પછી તમે તમારી વાત ન સાંભળો, સ્ટેશનમાં CM શિંદે બોલ્યા સલમાનનો ડાયલોગ

Karnavati 24 News