Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 જામનગરમાં એટીએમ મશીનમાં કાર્ડ અને પૈસા ભૂલી જનાર મહિલાને શોધીને પ્રામાણિકતા દાખવતો યુવાન

જામનગરમાં પટેલ કોલોની શેરી નં.9માં આવેલા એક એટીએમ મશીનમાંથી એટીએમ કાર્ડ અને રૂપિયા મળી આવ્યા બાદ ગાંધીનગર રહેતા યુવાને પોલીસનો સંપર્ક કરી જે તે આસામીને કાર્ડ અને રૂપિયા પરત કરાવી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલ મોમાઇનગર શેરી નં.2માં રહેતાં ગીરીરાજસિંહ અમરસિંહ જાડેજા નામના આસામી ગઇકાલે પટેલ કોલોની શેરી નં.9માં આવેલ પાવન ડેરી નજીકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતાં ત્યારે એટીએમ મશીનમાં કાર્ડ સાથે રૂપિયા 30500 ની રકમ મળી આવી હતી. આ કાર્ડ અને રૂપિયા ભૂલીને જતા રહેલ વ્યક્તિ અંગેનો તાગ મેળવવા માટે ગીરીરાજસિંહ જાડેજા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જેને લઇને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી કાર્ડધારક મહિલાને શોધી કાઢવામાં આવી હતી. પટેલ કોલોની શેરી નં.10માં આવેલ સાકાર એપાર્ટમેન્ટમાં રહેતાં જીજ્ઞાબેન દિવ્યેશભાઇ દેસાઇ નામના મહિલાનો પોલીસે સંપર્ક કરી તેઓને પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતાં. જ્યાં ગીરીરાજસિંહ જાડેજાની હાજરીમાં જે તે મહિલાને પોલીસે એટીએમ કાર્ડ અને રૂા.30,500 ની રોકડ સુપ્રત કરી હતી. પોલીસે આ રૂપિયા અને કાર્ડ પરત અપાવનાર ગીરીરાજસિંહની પ્રામાણિકતાને બિરદાવી હતી.

संबंधित पोस्ट

ગ્રીન ઈકો બજાર કર્ણાવતી ક્લબમાં ટકાઉ જીવનને પ્રોત્સાહન આપે છે

Karnavati 24 News

PRESS NOTE : સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું

Admin

ભાજપના નેતાઓ જ દારૂડિયા ! સુરતમાં ભાજપના નેતાઓ દારૂ પિતા કેમેરામાં કેદ થયા

Karnavati 24 News

ડીસાના મોદી સમાજ દ્વારા આયોજીત માતાશેરી થી બહુચરાજી પગપાળા યાત્રા સંઘ પ્રયાણ કર્યુ

Karnavati 24 News

हरियाणा के पूर्व सीएम ओमप्रकाश चौटाला ने अधिक संपत्ति मामले में दोषी ठहराया, एवेन्यू कोर्ट का फैसला

Karnavati 24 News

सरकार के रोने से नाराज विधायक सेंट्रल पार्क में 12 घंटे दौड़कर पहुंचे मंत्री महेश जोशी रुकने के लिए ट्रैक पर बैठे

Karnavati 24 News