Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 સિદ્ધપુરનાં નેદ્રા ગામમાં વિકાસ કામોનો અભાવ, આગામી ચૂંટણીમાં ગ્રામજનો આકરા પાણીએ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં કુલ 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે સિદ્ધપુરના નેદ્રા ગામમાં કુલ 3495 જેટલા મતદારો છે. જેમાં 1700 થી વધુ પુરુષ મતદારો અને 1700 મહિલા મતદારો છે. ગામમાં 8 વોર્ડ છે. તેમજ સરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં છે. ગામના વિકાસ બાબતે સ્થાનિક લોકો સાથે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડ રસ્તાના કામ બાબતે સરકારમાંથી જેટલી ગ્રાન્ટ આવી છે તેટલા કામો ગામમાં થયા છે. ઘરનું ઘર સરકારી યોજના અંતર્ગત સર્વે થઈ ગયું છે. જેની કામગીરી ચાલુ છે. જોકે, ગામમાં સ્વચ્છતાનો અભાવ છે. સાધનની અછત હોવાને લઈ સ્વચ્છતા સમગ્ર ગામમાં થઈ શકી નથી. જેથી સાધનની વ્યવસ્થા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગામના પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ન મામલે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નેદ્રા ગામના સરસ્વતી પરા વિસ્તારમાં ખુલ્લામાં ભુગર્ભ ગટરના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. જેથી લોકોના સ્વાસ્થ્ય સામે પણ સવાલ ઉભો થયા છે. અતિશય ગંદકી થવાને લઈ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ થયું છે. તેમજ રોગ ચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ત્યારે બધા આવે છે સમસ્યા દૂર કરવાના વચનો આપે છે પણ ચૂંટણી પત્યા બાદ કોઈ રજૂઆત સાંભળતું નથી અને પરિસ્થિતિ યથાવત રહે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરા વિસ્તારના લોકો મક્કમ થયા છે. ત્યારે આગામી ચુંટણીમાં ગામજનોની સમસ્યા દુર કરે તેવાં ઉમેદવારને ગ્રામજનો સપોર્ટ કરશે તેવું ગ્રામજનોએ જણાવ્યું છે.

संबंधित पोस्ट

क्यों होता है कमर में दर्द जानिए इसके लक्षण और बचाव

Karnavati 24 News

वजन घटाने के लिए बेहद कारगर है इस पत्ते का रस, पाचन शक्ति भी होगी मजबूत

Karnavati 24 News

સાડીના વિવાદ માટે જીટીયુના પૂર્વ કુલપતિ અને રજીસ્ટ્રાર સામે થશે તપાસ

Admin

राजस्थान – सीकर में दलित छात्र की बेरहमी से पिटाई,

Karnavati 24 News

स्मार्ट इंडिया हैकथॉन 2022: अगर आपके पास कोई इनोवेशन आइडिया है, तो स्मार्ट इंडिया हैकथॉन 2022 के लिए आज ही रजिस्टर करें

Karnavati 24 News

છેલ્લા કેટલાક મહિનાઓથી હંસલ મહેતાના આશ્રય હેઠળ નિર્મિત વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’માં ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆની હાજરીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ‘