Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

કામના સમાચાર / ભારતના અનેક પરિવારોમાં પેઢી દર પેઢી થઈ રહ્યું છે કેન્સર, આવી રીતે પહેલા જ થઈ જશે જાણ

Cancer Treatment In India: કેન્સર શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. કેન્સરનું મુખ્ય પરિબળ કોષોની અનિયંત્રિત વૃદ્ધિ છે. કેન્સરનો સૌથી મોટું નુકસાન એ છે કે તેને શરૂઆતના તબક્કે ઓળખી શકાતું નથી. જ્યાં સુધી તેની ખબર પડે છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. પરંતુ કેન્સર થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે. આવા પરિબળો વિશે જાણવાનો પ્રયાસ કરીશું, આ સિવાય દેશવાસીઓને વધુ એક સારા સમાચાર મળ્યા છે. હવે દેશની મોટી વસ્તીને અસર કરતા કેન્સરની સારવાર થઈ શકશે.

પેઢી દર પેઢી આવતા રહે છે 10% કેસ

નિષ્ણાતો કહે છે કે, દેશમાં દર વર્ષે વિવિધ પ્રકારના કેન્સરના લગભગ 14 લાખ કેસ નોંધાય છે. તેમાંથી 90 ટકા કેસ પાન, તમાકુ, ગુટખા જેવી આદતોને કારણે થાય છે. બીજી તરફ, 10 ટકા કેસ એવા છે, જે પેઢી દર પેઢી આગળ વધી રહ્યા છે. પરિવારમાં દાદા, દાદી, નાના, નાની અથવા અન્ય કોઈ સગાને કેન્સર થાય છે અને તે પછીની પેઢીમાં જાય છે. આને વારસાગત અને હેરીડેટિરી કેન્સર કહેવાય છે.

સામાન્ય રીતે આ વારસાગત કેન્સર હોય છે

વારસાગત કેન્સરને જિનેટિક કેન્સર પણ ગણવામાં આવે છે. બ્રેસ્ટ, ઓવેરિયન, કોલોન, પ્રોસ્ટેટ, ફેફસાં, થાઇરોઇડ, મૂત્રાશય, લિવર, મેલાનોમા, સાર્કોમા અને પેનક્રિયાઝ કેન્સરનો સમાવેશ થાય છે.

કોલિકા બેન હોસ્પિટલમાં હેરીડેટિરી ક્લિનિકની શરૂઆત

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલે વારસાગત કેન્સરની સારવાર માટે હેરીડેટિરી કેન્સર ક્લિનિક શરૂ કર્યું છે. આ હોસ્પિટલમાં હેરીડેટિરી કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવશે, એટલે કે 10% દર્દીઓ તેમની સારવાર કરાવી શકશે. અહીં આવતા લોકો અગાઉથી જાણી શકશે કે કેન્સર માટે હેરીડેટિરી તરકે કોઈ જોખમી સ્થિતિ તો નથીને.

113 જીન્સનું પરીક્ષણ કરવામાં આવશે

નિષ્ણાતોનું કહેવું છે કે, 113 જીન્સના આધારે વ્યાપક આનુવંશિક મૂલ્યાંકન અને પરીક્ષણના આધારે વ્યક્તિમાં વારસાગત કેન્સર શોધી શકાય છે. આવા પરીક્ષણ પહેલા દર્દીને પ્રી-ટેસ્ટ જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટ પછી સલાહ આપવામાં આવે છે, જેથી દર્દીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. નિષ્ણાતો કહે છે કે, વારસાગત કેન્સર સિન્ડ્રોમની તપાસ કરવા માટે ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. આ પ્રકારની પ્રક્રિયાથી ભવિષ્યમાં કેન્સર થવાની શક્યતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

संबंधित पोस्ट

જાડી અને લાંબી પાંપણો માટે ઘરગથ્થુ ઉપચાર

Karnavati 24 News

 હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઘટાડવો છે તો રાત્રે 10થી 11 વચ્ચે ઉંઘી જાવ

Karnavati 24 News

શિયાળામાં, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Karnavati 24 News

રસોડાની માત્ર આ 3 તમારા પેટની ચરબીને ઉતારશે માખણની જેમ, જરૂરથી એકવાર ટ્રાઈ કરો…

Karnavati 24 News

નાની ઉંમરમાં જ વાળ ખરી રહ્યાં છે, અનેક દવાઓ છતાં નથી ફેર પડતો, તો ભોજનમાં ઉમેરો આટલી વસ્તુ..

Karnavati 24 News

જીરું-વરિયાળીનું પાણી પીધા પછી વજન બરફના ઘન તરીકે પીગળી જશે, જાણો કેવી રીતે?

Karnavati 24 News