Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

Gold Silver Rate: બુલિયન માર્કેટ (Bullion Market) માં આજે સોના-ચાંદી (Gold Silver Rate) ના ભાવની ચમક થોડી ફિક્કી પડી રહી છે. સોનું અને ચાંદી તેના ઉપલા સ્તરની નીચે કારોબાર કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

સોનામાં આજે કેવો દેખાઈ રહ્યો છે કારોબાર

MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનામાં 409 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું 0.68 ટકા ઘટીને 60 હજાર 102 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. સોનું આજે 59 હજાર 958 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચા સ્તરે જોવા મળ્યું હતું અને જ્યારે હાઈ લેવલે 60 હજાર 402 રૂપિયાની સપાટી જોવા મળ્યું હતું અને આ માત્ર ઓપનિંગ લેવલ જ હતું. સોનાના આ ભાવ તેના જૂન વાયદા માટે છે અને કોમોડિટી માર્કેટમાં આજે સોનું તે કોમોડિટીમાં સામેલ છે જેનો લાલ નિશાનમાં વેપાર થઈ રહ્યો છે.

ચાંદીમાં કેવો છે કારોબાર

જો આપણે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ પર નજર કરીએ તો તે 230 રૂપિયા અથવા 0.31 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી. જેમાં 74 હજાર 340 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે કારોબાર ચાલી રહ્યો છે. આજે તેમાં નીચલી બાજુએ 74 હજાર 057 પ્રતિ કિલોની સપાટી જોવા મળી હતી અને ઉપરની બાજુએ 74 હજાર 380ની સપાટી આવી હતી. ચાંદીના આ ભાવ તેના મે વાયદા માટે છે.

દેશના ચાપ પ્રમુખ મહાનગરોમાં સોનું કેટલું સસ્તુ થયુ 

  • દિલ્હીમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તુ થઈ 60,580 રૂપિયા પર મળી રહ્યું છે
  • મુંબઈમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈ 60,430 રૂપિયા પર મળી રહ્યું છે
  • કોલકાતામાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 430 રૂપિયા સસ્તું થઈ 60,580 રૂપિયા પર મળી રહ્યું છે
  • ચેન્નાઈમાં આજે 24 કેરેટનું 10 ગ્રામ સોનું 420 રૂપિયા સસ્તું થઈ 61,100 રૂપિયા પર મળી રહ્યું છે

संबंधित पोस्ट

સોનેરી તક / ના બોસની કચકચ, ના દરરોજ ઓફિસ જવાની ઝંઝટ; ઘરે બેઠા આવી રીતે કમાવો લાખો રૂપિયા

Admin

કામની વાત / નવા વર્ષે તમારી પત્નીના નામે શરૂ કરાવો આ એકાઉન્ટ, સરકાર આપશે 45 હજાર રૂપિયા

Admin

एनआरआई के लिए खुशखबरी, अमेरिका के 4 रूटों पर सफर होगा सुविधाजनक

ट्विटर में कुछ ऐसे हो रहा है कर्मचारियों का प्रमोशन, ऐसा आइडिया शायद ही सुना होगा!

Karnavati 24 News

એરટેલનો 149નો મજબૂત પ્લાન, જોઇ શકશો 15 OTT પ્લેટફોર્મ અને મળશે આટલો ડેટા

Admin

3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી

Admin