Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

ખુશખબર / અમદાવાદ સહિત સમગ્ર દેશમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં મોટો ઘટાડો, જાણો હવે શું છે ભાવ

CNG-PNG Price Cut: દેશમાં કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટેની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી મળ્યા બાદ કંપનીઓ દ્વારા CNG-PNGની કિંમતમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ CNG-PNGની કિંમતમાં ઘટાડો કર્યો છે. ATGL એ CNG 8.13 પ્રતિ કિલો અને PNG 5.06 પ્રતિ એસસીએમ (scm) ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 કલાકથી અમલમાં આવી છે. ATGL તરફથી આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટ ડોમેસ્ટિક ગેસ પ્રાઇસિંગની નવી ફોર્મ્યુલા લાગુ થયાના એક દિવસ બાદ જ આવ્યો છે.

અમદાવાદમાં કેટલો ઘટાડો થયો?

અમદાવાદમાં CNGના કિલોદીઠ ભાવ 6 રૂપિયા અને પીએનજીના ભાવ 4 રૂપિયા ઓછા થયા છે. અમદાવાદમાં પીએનજીના ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ 53.90થી ઘટીને 49.83 થયા છે. એ જ રીતે અમદાવાદમાં સીએનજીનો કિલોદીઠ ભાવ 79.34 રૂપિયાથી ઘટીને 73.29 રૂપિયા થશે. જોકે, તમામ પ્રકારના ભાવમાં ટેક્સનો સમાવેશ થતો નથી. આ ભાવ ઘટાડાથી પીએનજીનો વપરાશ કરતા 7 લાખ ઘરને લાભ થશે. નવી ગેસ નિર્ધારણ ભાવનીતિને પગલે અદાણી ગેસે ઉદ્યોગો માટેના પીએનજીના ભાવમાં પણ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 

વડોદરામાં પીએનજીના ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ 91.90થી ઓછો થઈને 46.84 થયા છે. જ્યારે સીએનજીના ભાવ કિલોએ 79.33 રૂપિયાથી ઘટી 72.03 રૂપિયા થયા છે.

કિંમતમાં 10 ટકા સુધીનો ઘટાડો થવાનો દાવો

આપને જણાવી દઈએ કે કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલા સાથે સરકારનો દાવો છે કે, કિંમતમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. ATGLની સાથે, Gail Indiaની પેટાકંપની Mahanagar Gas Limited (MGL) એ તેના વિતરણ વિસ્તારોમાં CNG અને PNGની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સીએનજીના દરમાં કિલો દીઠ 8 રૂપિયા અને પીએનજીના દરમાં યુનિટ દીઠ 5 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં CNG-PNG ની કિંમત સહિત અનેક મુદ્દાઓ પર મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવતા સીએનજી અને પીએનજી ગેસના ભાવ (CNG PNG Price) ની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે એપીએમ (APM) ગેસ પર 4 ડોલર પ્રતિ એમએમબીટીયૂ (mmBtu) ના આધાર મૂલ્યને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ MMBTU દીઠ 6.5 ડોલરની મહત્તમ કિંમત રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

सेंसेक्स 290 अंक ऊपर 58365 पर खुला, भारतीय शेयर बाजार में तेजी का माहौल

Karnavati 24 News

फेसबुक की पैरेंट कंपनी मेटा 10 हजार कर्मचारियों को नौकरी से निकालेगी

Karnavati 24 News

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

Karnavati 24 News

Business Idea: ફક્ત 5000 રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 50 હજારની થશે કમાણી

Karnavati 24 News

મોદી સરકાર દેશના કરોડો યુવાનોને ફ્રીમાં આપશે લેપટોપ? સરકારે આપી મોટી જાણકારી

Karnavati 24 News

आयकर विभाग ने दिया अलर्ट, 15 मार्च तक निपटा लें यह काम, नहीं तो लगेगा जुर्माना

Karnavati 24 News