Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

જાણવા જેવુ / શું તમે 100 રૂપિયાના સિક્કા સાથે જોડાયેલી આ રસપ્રદ વાત જાણો છો? 99 ટકા લોકોને નહીં હોય માહિત

100 Rupees Coin: જે રીતે કોઈ ખાસ વ્યક્તિની યાદમાં સ્મારકો બનાવવામાં આવે છે. તેવી જ રીતે ભારતીય રિઝર્વ બેંક દેશના મહાપુરુષોની યાદમાં ઘણા વિશેષ સિક્કા બહાર પાડે છે. સામાન્ય રીતે બજારમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેય 100 રૂપિયાના સિક્કા જોયા છે? અહીં તમને ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ 100 રૂપિયાનો સિક્કો જોવા મળશે અને તેની પાછળની રસપ્રદ વાર્તા પણ જાણવા મળશે.

100 રૂપિયાનો સિક્કો

ભારતમાં જારી કરવામાં આવતા સિક્કા દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા બજારમાં જોવા મળે છે. આપને જણાવી દઈએ કે, ભારત સરકારે 100 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. સિક્કાની ખાસિયત એ છે કે, દેશના પૂર્વ વડાપ્રધાનનું જન્મ વર્ષ 1924 અને મૃત્યુનો સમય 2018 છપાયેલ છે. તેના પર વાજપેયીજીની તસવીર પણ બનાવવામાં આવી છે. 35 ગ્રામના સિક્કા બનાવવા માટે 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને 5 ટકા જસતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમજી રામચંદ્રનની જન્મ શતાબ્દી પર પણ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. એ જ રીતે બીજા ઘણા મહાપુરુષો માટે પણ આવા સિક્કા બહાર પાડવામાં આવ્યા છે.

આ સિસ્કા પણ થઈ ચૂક્યા છે જારી

આવા અનન્ય સિક્કાઓને સ્મારક સિક્કા (Commemorative Coin) તરીકે ઓળખવામાં આવે છે. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ માટે પ્રથમ વખત સ્મારક સિક્કો વર્ષ 1964માં જારી કરવામાં આવ્યો હતો. ભારત સરકારે અત્યાર સુધીમાં 75 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયા અને 1000 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે. હવે તમે વિચારતા જ હશો કે આ તો માર્કેટમાં દેખાતા નથી તો કોણ લે છે. આપને જણાવી દઈએ કે, લોકોને આવા યુનિક સિક્કા કલેક્ટ કરવા ગમે છે. તમે તેને ઈન્ડિયા સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ કરન્સી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન લિમિટેડની વેબસાઈટની મદદથી ખરીદી શકો છો.

संबंधित पोस्ट

કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ: જનધન ખાતા ધારકને મળી રહ્યા છે 10 હજાર રૂપિયા રૂપિયા, આવી રીતે કરો અરજી

Admin

થઈ જાવ ટેન્શન ફ્રી / હવે નોકરી ગુમાવવા પર ટેન્શન ન લેતા, અહીંથી થશે સેલરીની ભરપાઈ

Admin

अब सिर्फ 89 रुपये में मिलेगा घर जैसा खाना, जानिए किसने शुरू की सर्विस

Admin

सेंसेक्स 175 अंक गिरकर 59,288.35 पर बंद हुआ, कई शेयरों में शानदार उछाल

Admin

फेसबुक की पैरेंट कंपनी मेटा 10 हजार कर्मचारियों को नौकरी से निकालेगी

Karnavati 24 News

दुनिया के सबसे अमीर लोगों की लिस्ट में टॉप 10 में अंबानी की एंट्री, जानिए कितनी है नेटवर्थ

Admin