Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

મોરબીના લીલાપર રોડની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

મોરબીના લીલાપર રોડની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

 

સીટી એ ડીવીઝન પોલીસની રેડમાં હાથ ના લાગેલો

ઇસમ એલસીબીની રેડમાં દારૂના જથ્થા સાથે ઝડપાયો

 

મોરબીના લીલાપર રોડ પર ગઈકાલે એ ડીવીઝન પોલીસ ટીમે દારૂની રેડ કરી હતી જેમાં એક ઈસમને ઝડપી લઈને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો જોકે એક ઇસમ હાથ લાગ્યો ના હતો ત્યારે મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે આરોપીની ઓરડીમાં રેડ કરી ૧.૨૬ લાખના દારૂના જથ્થા સાથે બુટલેગરને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર રોડ પર ન્યુ પ્રજાપત સોસાયટીમાં રહેતા જગદીશ સામત સાવધાર નામના ઇસમેં તેના ઘર નજીક આવેલ ઢોર બાંધવાના ડેલાની ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે રેડ કરી હતી જેમાં ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ મળી આવી હતી જેથી પોલીસે કુલ ૨૪૦ બોટલ ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૧,૨૬,૩૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી જગદીશ સામત સાવધાર રહે લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાંથી એક આરોપીને દારૂ સાથે ઝડપી લીધો હતો જોકે જગદીશ સાવધાર હાથ લાગ્યો ના હતો તો એલસીબી ટીમે બાદમાં બાતમી મળતા રેડ કરી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો છે અને આરોપી તેમજ મુદામાલ એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે જેથી એ ડીવીઝન પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

संबंधित पोस्ट

શહેરના દાણા પીઠમાંથી પોલીસે ભુરાને લેતા રર ચોરીના રહસ્યો ખુલ્યા

Karnavati 24 News

मध्य प्रदेश: किशोरी का अपहरण कर, नशीला पदार्थ खिलाकर उसके साथ किया दुष्कर्म

Admin

મહાઠગ કિરણ પટેલની કસ્ટડી સાથે ગુજરાત પોલીસ ગુરુવારે પહોંચશે અમદાવાદ

Admin

आर्मी में नौकरी लगते ही मुकर गया शादी से, चार साल किया यौन शोषण

Admin

देहरादून उत्तराखंड। उत्तराखंड के सभी स्कूल, कॉलेज में होगा एंटी ड्रग्स सेल का गठन, मांगे जा रहे सुझाव।

Admin

विचाराधीन बंदी ने जेल में आत्महत्या का किया असफल प्रयास

Admin