Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો ન હોવાથી ઝઘડા થતા હતા. પરિણીતાના માતા-પિતા હયાત ન હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત ન મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ પરંતુ પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈ પણ હાલતમાં પરત ન મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિશ  કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી ન શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.

संबंधित पोस्ट

Shaniwar Mantra: शनिवार के दिन करें इन मंत्रों का जाप, सारे दुख दूर करेंगे शनिदेव

Karnavati 24 News

Health Tips: सोने से पहले ये आदतें आपको स्वस्थ रहने में मदद करेंगी

Karnavati 24 News

એક અંગ દાતા આઠ જેટલા જીવ બચાવી શકે છે – મનોજ આર. ગુમ્બર

Karnavati 24 News

10 ઓગસ્ટથી બદલાઈ શકે છે આ રાશિઓનું ભાગ્ય, મંગલદેવ થશે પ્રસન્ન

Karnavati 24 News

बठिंडा के मिनी सचिवालय में तहसील की छत पर खड़े इस पूर्व सैनिक ने हाथ में पेट्रोल की बोतल किया रोष प्रदर्शन

Admin

સરકારી નોકરીઓ: ગૌણ સેવા પસંદગી બોર્ડ પંજાબ ફોરેસ્ટ રેન્જર અને અન્ય જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો 28મી જૂન સુધીમાં અરજી કરે છે.

Karnavati 24 News