Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

ફેબ્રુઆરી મહિનામાં છૂટક ફુગાવો 6.44% રહ્યો, આવનાર સમયમાં લોન વધુ મોંધી થવાની ભીતિ, જાણો સંપૂર્ણ માહિતી

ફેબ્રુઆરી, 2023માં છૂટક ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ તે હજુ પણ આરબીઆઈના ટોલરેન્સ બેન્ડથી ઉપર છે. ફેબ્રુઆરી, 2023માં છૂટક ફુગાવાનો દર 6.44 ટકા રહ્યો છે. જ્યારે જાન્યુઆરી, 2023માં છૂટક ફુગાવાનો દર 6.52 ટકા રહ્યો હતો. ફેબ્રુઆરી, 2022માં રિટેલ ફુગાવાનો દર 6.07 ટકા હતો.

મોંઘા અનાજ અને દૂધના વધતા ભાવથી લોકો પરેશાન

રિટેલ મોંઘવારી દરમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય મોંઘવારી દર ઘટીને 5.95 ટકા પર આવી ગયો છે. જ્યારે જાન્યુઆરીમાં ખાદ્ય ફુગાવાનો દર 6 ટકા હતો. ફેબ્રુઆરી, 2022માં ખાદ્ય ફુગાવાનો દર 5.85 ટકા હતો. ફેબ્રુઆરી મહિનામાં ખાદ્યાન્ન અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 16.73 ટકા હતો. દૂધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનો મોંઘવારી દર 9.65 ટકા, મસાલાનો મોંઘવારી દર 20 ટકાથી 20.20 ટકા રહ્યો છે. ફળોનો મોંઘવારી દર 6.38 ટકા, ઈંડાનો મોંઘવારી દર 4.32 ટકા રહ્યો છે. કઠોળનો મોંઘવારી દર 4.09 ટકા રહ્યો છે. પેક્ડ મિલ્સ, નાસ્તા અને મીઠાઈનો મોંઘવારી દર 7.98 ટકા રહ્યો છે. આ સમયગાળામાં શાકભાજી સસ્તી થઈ ગઈ છે. શાકભાજીનો મોંઘવારી દર ઘટીને -11.61 ટકા થયો છે.

લોન વધુ મોંઘી થઈ શકે!

રિટેલ ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈની 6 ટકાની સહનશીલતાની ઉપલી મર્યાદાથી પર છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનામાં છૂટક ફુગાવાનો દર 6 ટકાથી વધુ રહ્યો છે. જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર, 2022માં છૂટક મોંઘવારીનો ટોલરેન્સ બેન્ડ ઘટીને 6 ટકા પર આવી ગયો હતો. 8 ફેબ્રુઆરી, 2023ના રોજ, આરબીઆઈએ રેપો રેટમાં એક ચોથાઈનો વધારો કરી 6.50 ટકા કર્યો. હવે ફરી એકવાર રિટેલ ફુગાવાનો દર આરબીઆઈના ટોલરેન્સ બેન્ડની બહાર પહોંચી ગયો છે, લોન વધુ મોંઘી થવાનું જોખમ ફરી વધી રહ્યું છે. 3થી 6 એપ્રિલ, 2023 દરમિયાન આરબીઆઈની મોનેટરી પોલિસીની બેઠક થશે, જેમાં એવું માનવામાં આવે છે કે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરી શકે છે. જો આવું થાય તો EMI વધુ મોંઘી થઈ શકે છે.

संबंधित पोस्ट

सेंसेक्स 123 अंकों की गिरावट के साथ 59556 पर खुला

Admin

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

Admin

सुप्रीम कोर्ट ने अडानी-हिंडनबर्ग रिपोर्ट की जांच के आदेश दिए

Admin

મોદી સરકાર દેશના કરોડો યુવાનોને ફ્રીમાં આપશે લેપટોપ? સરકારે આપી મોટી જાણકારી

Karnavati 24 News

આજે સ્ટોક માર્કેટ, બેંક, કમોડિટી બજારથી લઈ સરકારી ઓફિસ રહેશે બંધ, જાણો ક્યારે થશે ટ્રેડિંગ

Admin

गर्मी में बारिश जैसे हालात के चलते फ्रिज और एसी की बिक्री में नहीं हुई बढ़ोतरी