Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

રાજકોટમાં હવે દૂધ પણ ભેળસેળિયું: મનપાનાં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું, અનેક વેપારીઓ દંડાય

રાજકોટમાં વેંચાતા દૂધમાં બેસુમાર ભેળસેળ કરવામાં આવતી હોવાનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા દૂધના ત્રણ નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વધુ વિગત મુજબ ગોંડલના રમેશભાઇ સાટોડીયા દ્વારા રાજકોટમાં વેંચાણ અર્થે લાવવામાં આવતા દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એરપોર્ટ રોડ પર રેસકોર્ષ પાર્કમાં બાબુભાઇ સવજીભાઇ ઝાલાવાડીયાની દુકાન નં.1 નીલકંઠ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે ગોકુલ પાર્ક સ્થિત ભરતભાઇ મનુભાઇ ભુવાની નંદનવન ડેરીમાંથી લેવામાં આવેલા મિક્સ દૂધના નમૂનામાં પરિક્ષણ દરમિયાન વેજીટેબલ ફેટની હાજરી મળી આવતા નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા અગાઉ અલગ-અલગ સાત ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા હતા. જે પરિક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ કે નાપાસ જાહેર થતાં વેચારીઓ અને પેઢીઓને રૂ.14.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં ન્યૂટ્રીલાઇટ પ્રોફેશનલ ક્રિમીલીયસ મિક્સ ફેટ સ્પ્રેડમાં એસિડ વેલ્યૂનું પ્રમાણ વધુ માત્રામાં મળી આવતા પેઢીના નોમીની, નમૂનો આપનાર, માર્કેટીંગ પેઢીના માલિક, ઉત્પાદન પેઢીના નોમીની, ડીસ્ટ્રીબ્યૂટર અને ઉત્પાદન પેઢીને રૂ.11 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બસ પોર્ટમાં આવેલી ઓશો હોસ્પિટલના ઓશો મેડિકેરમાંથી રિમોક્સ ટેબ્લેટનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં લેબલ પર એફએસએસએઆઇનો લોગો દેખાતો ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર કરવામાં આવ્યો છે. પેઢીના માલિક, ઉત્પાદકને રૂ.1 લાખનો દંડ કરાયો છે. કોઠારીયા રોડ પર જલીયાણ ઘી સેન્ટરમાંથી લેવાયેલા શુદ્વ લુઝ ઘીમાં તલના તેલની હાજરી અને ફોરેન ફેટની ભેળસેળ મળી આવતા પેઢીના માલિક પરેશભાઇ કોટકને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિનય નગરમાં જલારામ ઘી ડેપોમાંથી લેવાયેલા ઘીમાં પણ ફોરેન ફેટ અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. અને પેઢીના માલિક બિરેનભાઇ જોબનપુત્રાને રૂ.50 હજારનો દંડ કરાયો છે. આ ઉપરાંત મવડી મેઇન રોડ પર નવલનગરમાં રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં આવેલી ગણેશ ડેરી ફાર્મમાંથી લૂઝ શ્રીખંડનો નમૂનો લેવાયો હતો. જેમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો છે. પેઢીના માલિક શૈલેષભાઇ ટીલાવાને રૂ.15 હજારનો દંડ કરાયો છે. જ્યારે સ્વામિનારાયણ ચોકમાં શ્યામ કોમ્પ્લેક્સમાં કેક એન્ડ જોયમાંથી આલમન્ડ કૂકીઝનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના લેબલ પર પેકીંગ અને ઉત્પાદનની તારીખ દર્શાવવામાં આવી ન હોવાના કારણે નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતાં નમૂનો આપનાર, રિટેલર પેઢીના માલિક, પેઢીના નોમિની અને ઉત્પાદક પેઢીને રૂ.90 હજારનો દંડ કરવામાં આવ્યો છે. કોઠારીયા રોડ પર સિંદુરીયા શોપિંગ સેન્ટરમાં આવેલી નીલકંઠ ડેરીમાંથી લૂઝ મેંગો શ્રીખંડનો નમૂનો લેવામાં આવ્યો હતોે. જેમાં સિન્થેટીક ફૂડ કલરની ભેળસેળ ખૂલતાં પેઢીના માલીકને રોહિતભાઇ ત્રાપસીયાને રૂ.50 હજારનો દંડ કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

સુરત: સુરતમાં ચોરી કરી ‘બંટી-બબલી’ નેપાળ ભાગ્યા, 14 વર્ષ બાદ મુંબઈથી ઝડપાયા, જાણો સંપૂર્ણ વિગત

Admin

વિદેશમાં નોકરીની લાલચ આપી તાલાલાના યુવાનને સલામત ભારત પહોંચાડી પરીવાર સાથે મીલન કરાવતી પોલીસ

Admin

રાજકોટમાં આવેલ ધનંજય ફાઇનાન્સ પેઢી ઉઠી ગઈ: ૨૦થી વધુ લોકોના રૂપિયાનું ફુલેકું વાળી રફુચક્કર થઈ

Admin

बिहार: ट्रेन में लड़कियों से छेड़खानी के आरोप में दो जवान गिरफ्तार

Admin

સુરત: સુરત એરપોર્ટ પર બિનવારસી લગેજ ટ્રોલીમાંથી રૂ. 67 લાખના 10 સોનાના બિસ્કિટ મળ્યા

Admin

गुजरात सीमा पर ढाई लाख की शराब और 3.35 लाख जब्त, नाकेबंदी देख आरोपी को 15 किलोमीटर पीछा कर पकड़ा

Admin