Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

પારનેરા ખાતે ક્રાઇમ પ્રેસ રિપોર્ટરની ખોટી ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને વલસાડ SOGની ટીમે દબોચી લીધો

વલસાડ SOG ના હાથે મુંબઈથી ઝડપાયેલા યુવક સામે ગત 18/04/2022 ના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં એક પીડીતાએ ફરીયાદ આપેલ કે, તે પોતાના મિત્ર સાથે પારનેરા ડુંગર ઉપર આવેલ માતાજીના મંદીરે વહેલી સવારના દર્શન કરવા ગઈ હતી. દર્શન કરી પરત ડુંગર નીચે ચીંચવાડા રોડ ઝાડીવાળી જગ્યાએ બેસેલ હતા ત્યારે આ આરોપીએ પોતે “ક્રાઇમ પ્રેસ રિપોર્ટર” હોવાનુ જણાવી પુછપરછ કરી ભોગ બનનારને તેના માતા પિતા સાથે વાત કરવા અને ડી.એસ.પી.ઓફીસ લઇ જવાનું જણાવી ડરાવી ધમકાવી હતી. જે બાદ બાઇક પર બેસાડી સુમસામ રસ્તા તરફના જંગલ ઝાડી ઝાંખરામાં લઇ જઇ બળજબરી પુર્વક શરીર સબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. અને પીડિતા પાસે રહેલ 500 રૂપિયા પડાવી લઈ નાસી ગયો હતો. ઘટના અંગે પીડીતાએ વલસાડ રૂરલ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી. જો કે પીડિતા તે વખતે આરોપીનુ નામ જાણતા ન હોય અને પોલીસ તપાસ દરમ્યાન આરોપી પંકજ કુમાર સમરબહાદુર સિંઘ રહે.સાંઈપાર્ક, અબ્રામા, તા.જી.વલસાડ તથા ઉદવાડા રેટલાવ તા.પારડી, જી.વલસાડ, તથા મુળ રહે.ગામ, ઘોસાવ, ઘાના, જલાલપુર તા.ધરાવ, જી.જૌનપુર, યુ.પી.નો હોવાનુ જણાઇ આવેલ હતું અને આરોપીના જણાયેલ સરનામે તથા વતનના મુળ સરનામે પોલીસ ટીમ દ્વારા તપાસ કરતા આરોપી મળી આવેલ નહોતો અને પોલીસ પકડથી બચવા સારૂ ભાગતો ફરતો હતો. ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને પકડી પાડવા વલસાડ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે આપેલ સુચના આધારે પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી એસ.ઓ.જી.વલસાડ (કેમ્પ – વાપી ) ના માર્ગદર્શન હેઠળ SOG શાખાના પો.સ.ઇ. એન.સી.સગર તથા પો.સ.ઇ. બી.એચ.રાઠોડે અલગ અલગ ટીમો બનાવી ગુનાના કેસનો અભ્યાસ કરી તેમજ ટેક્નીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા હતા. આ દરમ્યાન ASI વિક્રમ રાઠોડને આ કામનો આરોપી હાલમાં મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા PIના માર્ગદર્શન મુજબ PSI બી.એચ.રાઠોડ તથા SOG સ્ટાફના ASI વિક્રમભાઇ રાઠોડ, અ.હે.કો સહદેવસિંહ રાઠોડ, અ.પો.કો કુલદિપસિંહ ઝાલાની ટીમ મહારાષ્ટ્ર ખાતે જઇ હ્યુમન સોર્સીસ તથા ટેક્નીકલ વર્કઆઉટ કરી સ્થાનિક પોલીસની મદદ મેળવી સાંતાક્રુઝ (ઇસ્ટ) મુંબઇ ખાતેથી આરોપી પંકજકુમાર સમરબહાદુર સિંઘ ઉ.વ .37, ધંધો રીક્ષા ડ્રાઇવીંગને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા “ક્રાઇમ પ્રેસ રિપોર્ટર” ની ખોટી ઓળખ આપી વલસાડ પારનેરા ડુંગરના પાછળના ભાગે દુષ્કર્મ આચરનાર આરોપીને મહારાષ્ટ્ર રાજય (મુંબઇ)થી ઝડપી પાડવામાં એસ.ઓ.જી. ટીમને મહત્વની સફળતા મેળવી છે.

संबंधित पोस्ट

हरिद्वार : जेल में कैद अपराधी सुनील राठी ने मांगी पचास लाख की रंगदारी

Admin

પોલારપુરમાં જુગારની રેઈડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર હુમલો જમાદારને લાકડીના ઘા ઝીંકી શખ્સોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી

સુરત: લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશી લખ્યું- ‘હું તને બહુ પ્રેમ કરુ છું, મમ્મી-પપ્પાને મળતી રહેજે’

Admin

અરવલ્લી અને સાબરકાંઠામાં લૂંટ અને અપહરણના ગુનાના આરોપીને મોડાસાના ગાજણ નજીકથી પોલિસે ઝડપ્યો

Admin

ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી

Admin

ભેળસેળીયા વેપારી ઓ બન્યા બેફામ: ૬ સ્થળો કર્યું ચેકીંગ, ૪૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

Admin