Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

સહકાર ક્ષેત્રનો મજબૂત કરી રાજ્યની વિકાસ ગતિને વધુ તેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ – રાઘવજી પટેલ

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અને સ્થાપક ચેરમેન ઘનશ્યામભાઈ અમીનનો ‘અમૃત મહોત્સવ અડાલજ ગાંધીનગર ખાતે આયોજિત થતા

 રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘનશ્યામભાઈ અમીનની સહકારી ક્ષેત્રેની કામગીરી ખૂબ જ ઉમદા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સમર્પિત કર્યું છે. આ ક્ષેત્રના વિધવાન, સારા લેખક સાથે સાથે સહકારી ક્ષેત્રેની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે તેઓએ સેતુરૂપ ભૂમિકા અદા કરી છે. તેની સાથે તેમણે ગુજરાતની નાની નાની ક્રેડિટ સોસાયટી અને મંડળીઓને એકઠી કરી આ ફેડરેશન બનાવવાની ઉમદા કામગીરી કરી છે.
 તેમણે ઘનશ્યામભાઈના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ શાસનધુરા સંભાળી તેની સાથે સહકાર વિભાગ એક વિભાગ તરીકે દેશમાં અસ્તિત્વમાં આવ્યું છે.
સહકાર ક્ષેત્રની પ્રગતિ થાય તે માટે તેમણે આ વિભાગની જવાબદારી આ ક્ષેત્રે અનુભવી અને ગુજરાતના સપૂત અમિતભાઈ શાહને સોંપી છે. સહકાર ક્ષેત્રનો વધુને વધુ મજબૂત કરી રાજ્યની વિકાસ ગતિને વધુ તેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ છે.
 આ પ્રસંગે મહાનુભાવો ના હસ્તે ફેડરેશનના સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સોસાયટીઓનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીઝની વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

‘राष्ट्रीय त्यागी युवा संघ’ के शपथ ग्रहण समारोह में ‘चौधरी ईशान त्यागी’ ने राष्ट्रीय अध्यक्ष पद की शपथ ली

Admin

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પદ માટે મુસ્લિમો સહિષ્ણુતાનો મુખોટો પહેરે છે…!

Admin

कर्नाटक: “मुस्लिम कोटा समाप्त किया क्योंकि यह असंवैधानिक था”: अमित शाह

राहुल गांधी को दिल्ली पुलिस द्वारा हिरासत में लिया गया

Karnavati 24 News

चुनावी सफलता के लिहाज से बीजेपी के लिए शानदार रहा 2022, अब 2023 में करना होगा इन 10 चुनौतियों का सामना

Admin

“दवाई की जरूरत…”: ब्रिटेन में राहुल गांधी द्वारा की गई टिप्पणियों पर बोले उपराष्ट्रपति

Karnavati 24 News