Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર-23માં મોડી રાતે આગના બે બનાવ, કોર્ટ પાસે ઝૂંપડામાં લાગી આગ, યોગેશ્વર ફ્લેટમાં મીટર બોક્સ ભભકી ઊઠ્યું

ગાંધીનગર સેક્ટર-23માં ગુરુવારે મધરાતે એક ઝૂંપડામાં આગ લાગી હોવાની માહિતી ફાયર બ્રિગેડની ટીમને મળી હતી. આથી ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ઝૂંપડામાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ, ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં  કોઈ ઝેરોક્ષનાં ધંધાદારી એ છાંયડા માટે ઝૂંપડું બનાવ્યું હોવાનું જણાયું હતું.

માહિતી મુજબ, ગુરુવારે મધરાતે ગાંધીનગરના સેક્ટર-23માં કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ સ્થાનિકોને થતા તેમણે ફાયરબ્રિગેડની ટીમને બોલાવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી ત્વરિત કાર્યવાહી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ માહિતી નથી. પરંતુ ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ ઝેરોક્ષનાં ધંધાદારી એ છાંયડા માટે ઝૂંપડું બનાવ્યું હતું.

સોસાયટીના મીટર બોક્સમાં લાગી આગ

બીજી એક ઘટનામાં ગાંધીનગરના સેક્ટર-23માં દેસાઈ નર્સિંગ હોમની પાસે આવેલી યોગેશ્વર ફ્લેટ સોસાયટીના મીટર બોક્સમાં અચાનક આગ લાગી હતી. આગ વિકરાળ થતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે ત્વરિક કાર્યવાહી કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આગની ઘટનાથી મોટી સંખ્યામાં વસાહતીઓ એકઠા થઈ ગયા હતા

संबंधित पोस्ट

1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

Admin

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin

વડોદરા-સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ, હાલ પૂરતું પ્રબોધ સ્વામી જૂથ મિલકતમાંથી બહાર નહીં

Admin

કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’

Karnavati 24 News

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin