Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વડોદરા-સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ, હાલ પૂરતું પ્રબોધ સ્વામી જૂથ મિલકતમાંથી બહાર નહીં

સોખડા હરીધામ મંદિરને લઈને ગાદીનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રબોધ સ્વામી જૂથને હાલ પૂરતું મિલકતમાંથી બહાર નહીં કરવા હુકમ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આ મહત્વનો નિર્ણય કર્યો છે. સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીના વિવાદને લઈને અગાઉ હેબિયર્સ ર્કોપર્સ પણ કરવામાં આવી હતી. ત્યારથી મામલો સામે આવ્યો છે. ત્યારે સુનાવણી  દરમિયા ખંડપીઠે વચગાળાનો હુકમ અત્યારે કર્યો છે.

યોગી ડિવાઈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ચેરિટી કમિશનરને હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પ્રબોધ સ્વામી જૂથના સંતો, સાધ્વીઓને ટ્રસ્ટની મિલકતમાંથી હાલ પુરતા દૂર નહીં કરવા તેમ કોર્ટે કહ્યું હતું. 10 માર્ચ સુધી હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે.

ટ્રસ્ટમાં રહેવાની માગ ચેરિટી કમિશનરે ફગાવી હતી. હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, ચેરિટી કમિશ્નર પાસે આવી સત્તા નથી. હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે, ચેરિટી કમિશનરને માત્ર સંચાલનની અરજી સાંભળવાની સત્તા છે.  કમિશનરની અરજી સામે પ્રબોધ સ્વામી જૂથના સંતોને હાલ દૂર કરવા નહીં તેમ હુકમ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

સંતોને ગોંધી રાખવા મામલે લગભગ 10 મહિના પહેલા હેબિયર્સ કોર્પસ કરાઈ હતી. આ ઉપરાંત આ સમગ્ર કેસ આગળ વધતા અગાઉ સમાધાનના હેતુસર સોખડા વિવાદ મુદ્દે કોર્ટના મીડિએસન રૂમમાં બેઠક પણ થઈ હતી. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી પરંતુ વાત સમાધાન સુધી પહોંચી નહોતી. ત્યારે આ મામલે આજે કોર્ટે મહત્વનો હુકમ પણ કર્યો હતો.

संबंधित पोस्ट

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin

વડોદરા: MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થતા વિવાદ, હાઈપાવર કમિટી તપાસ કરશે

Admin

અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

Karnavati 24 News

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

Karnavati 24 News

મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે ભૂપેન્દ્ર પટેલ અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે

Admin