Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

રાજ્યમાં માર્ગ આકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે વધુ એક અકસ્માતના સમાચાર વડોદરાથી આવ્યા છે. અહીં, અટલાદર પાદરા રોડ પર આવેલી નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ આ ઘટનામાં 3 લોકોએ ઘટના સ્થળે જ જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત આવતો હતો પરિવાર

માહિતી મુજબ, વડોદરાના પાદરાના લોલા તાલુકાનો નાયક પરિવાર સોખડા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. ત્યાંથી રિક્ષામાં પરત ફરતી વખતે અટલાદર પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષાની પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે રિક્ષાના કુરચે કુરચા ઊડી ગયા હતા. જ્યારે રિક્ષામાં સવાર પરિવાર 5 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 3 બાળકો અને પતિ-પત્ની સામેલ છે. ગમખ્વાર અકસ્માતની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. આ તમામના મૃતદેહોને SSG હોસ્પિટલ ખસેડાયા હતા. મીડિયા અહેવાલ મુજબ,  હાલમાં અન્ય એક બાળક આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Karnavati 24 News

ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર

Admin

ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે નરેન્દ્ર મોદીને માતાએ કરી હતી આ વાત જે સૌ કોઈ યાદ કરે છે.

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Karnavati 24 News

1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

Admin